મનોરંજન

ફેન્સ હોય તો આવાઃ આ સુપરસ્ટારની ફિલ્મ જોવા કૉલેજે આપી રજા ને ફ્રી ટિકિટ

મુંબઈઃ હેડિંગ વાંચીને તમને લાગતું હોય કે 30મી માર્ચે સલમાન ખાનની ફિલ્મ સિંકદર રિલિઝ થવાની છે અને તેથી કોઈ કોલેજે રજા જાહેર કરી છે અને ફ્રી ટિકિટ પણ આપી છે તો, તમે ખોટા છો. સલમાન સહિતના બોલીવૂડ સ્ટારના ઘણા ક્રેઝી ફેન્સ હશે, પરંતુ આખેઆખી કૉલેજે ફિલ્મ જોવા જવું હોય અને રિલિઝ દિવસે રજા મળે તેવું સાઉથમાં જ બની શકે. સાઉથ સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મનો આ ક્રેઝ છે. તેમની ફિલ્મ લ2-એમ્પુરાન રિલઝ થઈ રહી છે.

મલયાલમ સિનેમાના સુપરસ્ટાર મોહનલાલની ફેન ફોલોઈંગ જબરજસ્ત છે. 64 વર્ષની ઉંમરે પણ આ સુપરસ્ટાર ફિલ્મોમાં લીડ એક્ટર તરીકે કામ કરી રહ્યો છે. તેની ફિલ્મ ‘L2: Empuraan ની ચર્ચા છે. આ ફિલ્મ 27મી માર્ચે એટલે કે શુક્રવારે રિલિઝ થઈ રહી છે. ફિલ્મનો ક્રેઝ એટલો બધો છે કે બેંગલુરુની ગુડ શેફર્ડ કોલેજે 27 માર્ચના દિવસે કોલેજમાં રજા જાહેર કરી દીધી છે અને જાણવા મળ્યું છે ત્યાં સુધી ફિલ્મની ફ્રી ટિકિટ્સ પણ સ્ટુડન્ટ્સને આપી છે.

બેંગલુરુની ગુડ શેફર્ડ કોલેજના એમડી તોજો જોન મોહનલાલના મોટા ફેન છે. કૉલેજે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું છે લાઈટ્સ, કેમેરા, હોલિડે! જ્યારે ચાહકો અને જુસ્સો એક સાથે આવે છે, ત્યારે ઈતિહાસ રચાય છે. અમારા MD, જે લલેટનના જબરજસ્ત ફેન છે. તેમણે મોહનલાલની પ્રતિભા અને પૃથ્વીરાજ સુકુમારનના વિઝનને માણવા માટે એક ખાસ સ્ક્રીનિંગનું આયોજન કર્યું છે.

આ પણ વાંચો…ટ્રોલિંગ મુદ્દે સલમાન ખાનની અભિનેત્રીએ કરી નાખ્યો ચોંકાવનારો ખુલાસો કે…

કોલેજે 27 માર્ચે સ્ટુડન્ટ્સને માત્ર રજા જ નથી આપી પરંતુ તેમને ફિલ્મની મજા માણવા માટે ફ્રી ટિકિટ પણ આપી છે. વિદ્યાર્થીઓ બેંગલુરુમાં YGR મોલ, રાજરાજેશ્વરી નગર અને મૂવીટાઇમ સિનેમા ખાતે 27 માર્ચે સવારે 7 વાગ્યે શૉ યોજાશે.
જોકે આ એક જ નથી. મોહનલાલાના ફેન્સના ક્રેઝને લીધે ફિલ્મે રિલીઝ પહેલા જ જોરદાર ધૂમ મચાવી દીધી છે. એડવાન્સ બુકિંગથી 60 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એક વિડિયો શેર કરતી વખતે, નિર્માતાઓએ પોસ્ટ કર્યું હતું કે L2: Empuraanના એડવાન્સ બુકિંગથી વિશ્વભરમાં રૂ. 60+ કરોડની કમાણી કરી છે. 27 માર્ચથી થિયેટરોમાં.

રવિવારે સલમાન ખાનની સિકંદર ફિલ્મ રિલિઝ થઈ રહી છે. ઈદ અને રજાઓને લીધે આ ફિલ્મને પણ સારું ઑપનિંગ મળે તેમ માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button