CIDનો પ્રોમો આવતા જ ફેન્સને સતાવી દયાની ચિંતા, પૂછ્યો આ સવાલ…
ટીવી સિરીયલ સીઆઈડીએ લાંબો સમય સુધી દર્શકોનું મનોરંજન કર્યું હતું અને 90ના દાયકામાં જન્મેલા બાળકો તો આ શો જોઈને જ મોટા થયા છે. આવો આ લોકપ્રિય શો ટૂંક સમયમાં જ ફરી ટચૂકડાં પડદા પર જોવા મળશે. શોનો પ્રોમો વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. પરંતુ આ વખતે આ શો પહેલાંના શો કરતાં થોડો અલગ હશે. શોની સ્ટોરીમાં ટ્વીસ્ટ જોવા મળશે. સોશિયલ મીડિયા પર શોના શેર કરવામાં આવેલા પ્રોમોમાં જોવા મળે છે અભિજિત ગુસ્સામાં છે અને દેખાઈ રહ્યો છે અને તેણે દયાને ગોળી મારી દીધી. આ વીડિયો જોઈને ફેન્સ એકદમ ક્રેઝી થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. આવો જોઈએ શું છે આખો મામલો-
વાઈરલ વીડિયોમાં જોવા મળે છે કે દયા અને અભિજિત એક ઝરણા પાસે ઊભા છે અને બેક ગ્રાઉન્ડમાં સંભળાય છે કે જે લોકો દેશ માટે સાથે લડ્યા છે, આજે કેમ દુશ્મન બનીને એકબીજાની સામે ઊભા છે. ગુસ્સામાં દયા કહે છે ચલા ગોલી અભિજિત અને અભિજિત પણ ગોળી ચલાવી દે છે અને દયા ઝરણામાં પડી જાય છે. દૂર ઉભેલા એસીપી પ્રદ્યુમન જોરથી બુમ પાડે છે. પ્રોમોમાં જણાવવામાં આવ્યું છે કે હજી એમની સ્ટોરી બાકી છે
આ પણ વાંચો : TMKOCના ફેન્સને દિવાળી પર મળશે મોટું સરપ્રાઈઝ, મેકરે આપી મહત્વની માહિતી…
પ્રોમો જોઈને ફેન્સ એકદમ એક્સાઈડેટ થઈ ગયા છે અને વીડિયો પર કમેન્ટ્સ લાઈક્સ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ફાઈનલી અમારું બાળપણ પાછું આવી ગયું. બીજા એક ફેને લખ્યું છે કે હું ખૂબ જ ખુશ છું કે સીઆઈડી પાછું આવી ગયું છે. એક ફેને કમેન્ટ કરતાં લખ્યું હતું કે હવે સવાલ એ નથી કે કટપ્પાએ બાહુબલિને કેમ માર્યો, પણ સવાલ એ છે કે અભિજિતે દયાને કેમ માર્યો?
અત્રે ઉલ્લેખનીય છે કે શો છ વર્ષ બાદ પાછો ઓન એર થઈ રહ્યો છે. ઘણા લોકો એસીપી પ્રદ્યુમ્ન, દયા અને અભિષેકને જોયા બાદ ફ્રેડીને યાદ કરી રહ્યા છે અને એને પાછો લાવવાની માગણી કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ સિંઘમ અગેનને કારણે દયાનું કેરેક્ટર પણ લાઈમલાઈટમાં છે.