જુલાઈ મહિનામાં લગ્ન કરશે Chota Bhaijaan? વીડિયો શેર કરીને આપી માહિતી…

હેડિંગ વાંચીને જો તમે એવું વિચારી રહ્યા હોવ કે અહીં અમે Bollywood’s Bhaijaan Salman Khanના ફેમિલીમાંથી કોઈના લગ્નની વાત કરી રહ્યા છીએ તો એવું બિલકુલ નથી. અહીં તો વાત થઈ રહી છે Salman Khanના રિયાલિટી ટીવી શો Bigg Bossથી Chota Bhaijaan Abdu Rozikની…
Abdu Rozik સોશિયલ મીડિયા પર Bhaijaan, Chota Bhaijaanના નામે લોકપ્રિય છે અને આ Abduને તેની સપનોં કી દુલ્હનિયા મળી ગઈ છે અને મળી રહેલી માહિતી પ્રમાણે કદાચ તે આ જ વર્ષે જુલાઈ મહિનામાં લગ્ન કરી લેશે. ખુદ અબ્દુએ પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ બાબતની માહિતી આપીને ફેન્સને Engagement Ring પણ દેખાડી હતી. આવો જોઈએ આખરે કોણ છે એ લકી ગર્લ કે જેના માટે નાનકડાં અબ્દુનું મહેલ જેવડું દિલ ધડકે છે…
અબ્દુએ શેર કરેલાં વીડિયોમાં તેણે ફેન્સને જણાવ્યું હતું કે તે 20 વર્ષનો છે અને જેની સાથે તેના લગ્ન થવાના છે એ છોકરી 19 વર્ષની છે. અબ્દુએ પોતાના સગાઈની વીંટી દેખાડવાની સાથે સાથે જ પોતાના લગ્નની તારીખની પણ જાહેરાત કરી દીધી છે. ફેન્સ તો આ સમાચાર સાંભળીને એકદમ આનંદમાં આવી ગયા છે.
અહીંયા તમારી જાણ માટે કે અબ્દુની થનારી ગર્લફ્રેન્ડ એક અમીરાતી ગર્લ છે અને અબ્દુ એના પ્રેમમાં ડૂબેલો છે. અબ્દુએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મને નથી લાગતું કે પ્રેમથી વધારે કિંમતી કંઈ છે. હું મારી નવી જર્ની માટે ખૂબ જ ઉત્સુક છું. મને નહોતું લાગ્યું કે મને જીવનમાં ક્યારેય સાચો પ્રેમ મળશે જે મારી ઈજ્જત કરશે. પણ તમે ડેટ સેવ કરી લો સાતમી જુલાઈ…
અત્રે ઉલ્લેખનીય છે કે અબ્દુ રોઝિક તાજિકિસ્તાનના ફેમસ સિંગર છે અને તેની પોપ્યુલારિટીનો અંદાજ એ પરથી જ લગાવી શકાય છે કે ઈન્સ્ટાગ્રામ પર તેના 8 મિલિયન ફોલોઅર્સ છે. હાલમાં જ તે સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-16માં જોવા મળ્યો હતો અને તે ભાઈજાનનો ફેવરેટ કન્ટેસ્ટન્ટ હતો.