‘છાવા’ બોક્સ ઓફીસ પર છવાઈ ગઈ; પેહલા વિકેન્ડ પર કરી બમ્પર કમાણી

મુંબઈ: વિક્કી કૌશલ સ્ટારર ‘છાવા’એ ફિલ્મ ગત શુક્રવારે સિનેમા ઘરોમાં રિલીઝ થવાની સાથે જ બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી (Chhava film box collection) દીધી છે. છાવા 2025 ની સૌથી મોટી ઓપનીંગ મેળવનાર ફિલ્મ બની ગઈ છે. ફિલ્મ રિલીઝના પહેલા વિકેન્ડમાં બમ્પર કમાણી કરીને 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઈ છે.
આવું રહ્યું પહેલું વિકેન્ડ:
એક અહેવાલમાં આપવામાં આવેલા આંકડા મુજબ, ‘છાવા’ એ રિલીઝના પહેલા દિવસે 31 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે, ફિલ્મે 37 કરોડ રૂપિયાની કમાણી કરી. રિલીઝના ત્રીજા દિવસે એટલે કે રવિવારે ‘છાવા’ એ 49.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે, ત્રણ દિવસમાં ‘છાવા’ ની કુલ કમાણી હવે 117.50 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
સ્કાય ફોર્સની પાછળ છોડી:
‘છાવા’ અક્ષય કુમારની સ્કાય ફોર્સ કરતા આગળ નીકળી ગઈ છે. સ્કાય ફોર્સે 8 દિવસમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. જ્યારે છાવા માત્ર ત્રણ દિવસમાં જ 100ના ક્લબમાં સામેલ થઇ ગઈ છે.
આ પણ વાંચો…સાત સમંદર પાર સાડીમાં Nita Ambaniએ બિખેર્યો એવો જલવો, જોઈને તમે પણ કહેશો કે…
આ સાથે ‘છાવા’ બજેટ રીકવર કરવાની ખૂબ નજીક પહોંચી ગઈ છે. અહેવાલ મુજબ આ ફિલ્મ 130 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે.
‘છાવા’ 14 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ હિસ્ટોરીકલ ડ્રામા ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકરે કર્યું છે. ક્રિટીક્સ પણ ફિલ્મને વખાણી રહ્યા છે અને દર્શકો તરફથી પણ ઘણો ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે