છાવાઃ 200 કરોડ કરતા પણ વધારે કમાણી વિકી કૌશલને આ વીડિયોમાં દેખાઈ છે

વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાની પિરિયોડિકલ ફિલ્મ છાવા થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. છત્રપતિ સંભાજી રાજેની બહાદૂરીની ગાથા ગાતી આ ફિલ્મને ગ્લોબલી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મે રિલિઝ થયાના બે દિવસમાં જ રૂ. 100 કરોડનો આંકડો પાર કરી દીધો હતો. ચાર દિવસમાં ફિલ્મે રૂ. 195 કરોડ વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું છે. જોકે ગઈકાલે સોમવાર વર્કિંગ ડે હોવાથી ફિલ્મનનું કલેક્શન થોડું ઓછું રૂ. 24 કરોડ થયું છે, પરંતુ ફિલ્મની લોકપ્રિયતા અને માઉથ પબ્લિસિટી જોતા એમ જણાય છે કે આવતા વિક એન્ડમાં પણ ફિલ્મ ધૂમ કમાણી કરશે. મહારાષ્ટ્રમાં ફિલ્મની લોકપ્રિયતા જોઈને મિડનાઈટ શૉ પણ અરેન્જ થયા છે. બહુ ઓછી હિન્દી ફિલ્મોનો આવો ક્રેઝ દર્શકોમાં જોવા મળે છે. મોટેભાગે સાઉથના સુપરહીરોના શૉ વહેલી સવારે યોજાતા હોય છે.
ખૈર ફિલ્મે આટલી સારી કમાણી માત્ર ચાર દિવસમાં કરી નાખી હોવા છતાં સંભાજી રાજેને હુબહુ પડદા પર ઉતારનાર અભિનેતા વિકી કૌશલને આ કમાણી નાની લાગે છે. તેણે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં થિયેટરમાં ફિલ્મ પૂરી થયા બાદ એક બાળક રડતી આંખે સંભાજી મહારાજ માટે લલકાર કરતો જોવા મળે છે. વિકીએ આ વીડિયો શેર કરી પોસ્ટ કરી છે કે આ જ અમારી સૌથી મોટી કમાણી છે. તેણે દર્શકોનો આભાર પણ માન્યો છે અને સંભાજી મહારાજના શૌર્યની આ વાત દેશના દરેક ખૂણા પહોંચે તેવી આશા વ્યક્ત કરી છે.
ફિલ્મના અંતિમ દૃશ્યો બાદ થિયેટરોમાં જયભવાનીના નારા ગૂંજ્યા છે. એક ફિલ્મ દર્શકોમાં આવો જોમ ભરે તેવુ ઓછું જોવા મળે છે. અગાઉ પણ એક કિશોરીએ આ રીતે થિયેટરમાં જ સંભાજી મહારાજની પ્રશંસાના નારા લલકાર્યા હતા.
લક્ષ્મણ ઉત્તેકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું બજેટ રૂ. 130 કરોડ છે ત્યારે ફિલ્મ સારી કમાણી કરશે, તેમ જણાય રહ્યું છે.