છાવા છવાઈ ગઈઃ બે દિવસમાં જ બોક્સ ઓફિસ છલકાઈ ગઈ…

વિકી કૌશલ, અક્ષય ખન્ના, વિનય સિંહ અને રશ્મિકા મંદાનાના દમદાર અભિનય અને લક્ષ્મણ ઉત્તેકરના નિર્દેશનમાં બનેલી પિરિયોડિકલ ફિલ્મ છાવા અપેક્ષા પ્રમાણે જ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. છાવાએ બે દિવસમાં જ બજેટનું લગભગ ખર્ચ તો કાઢી લીધો છે ને આજે રવિવારે ફિલ્મ અપેક્ષા પ્રમાણે કલેક્શન કરશે તો આવતીકાલે ફિલ્મ ભારતમાં પણ 100 કરોડના ક્લબમાં પહોંચી જશે.
Also read : રિલીઝના પહેલા દિવસે ‘Chhaava’ બોક્સ ઓફીસ પર છવાઈ ગઈ; આટલા કરોડની કમાણી કરી…
શુક્રવારે રિલિઝ થયેલી છાવાએ પહેલા જ દિવસે વર્લ્ડ વાઈડ રૂ. 47 કરોડનું કલેક્શન કર્યું હતું. જેમાં ભારતમાં રૂ. 31 કરોડ ને વિદશોમાં રૂ. 10 કરોડનું કલેક્શન થયું છે. જોકે બીજા દિવસે એટલે કે શનિવારે ફિલ્મે વધુ સારો દેખાવ બોક્સ ઓફિસ પર કર્યો છે. બીજા દિવસે ફિલ્મે રૂ. 36 કરોડનું કલેક્શન ભારતમાં કર્યું છે. તે રીતે બે દિવસમાં દેશમાં જ 70 કરોડની કમાણી થઈ ગઈ છે અને ગ્લોબલી જોઈએ તો 25 કરોડની કમાણી થઈ છે. આથી કુલ સો 102 કરોડ તો ફિલ્મ બે દિવસમાં જ એકઠા કરી ચૂકી છે. આજે રવિવારે વધારે કલેક્શન થવાની શક્યતા છે. ત્યારે આ આંકડો આવતીકાલે ખબર પડશે.
ફિલ્મનું બજેટ લગભગ રૂ. 130 કરોડ છે ત્યારે બે દિવસમાં જ 80 ટકા જેટલું કલેક્શન થઈ ગયું છે. ફિલ્મના રિવ્યુ તો સારા છે, પણ માઉથ પબ્લિસિટી પણ થઈ રહી છે. છત્રપતિ સંભાજી મહારાજના પાત્રમાં વિકીએ કમાલ કરી છે અને તેટલા જ દમદાર અન્ય કલાકારો છે. વાર્તા સારી છે. લોકોને ફિલ્મ ખૂબ જ ગમી છે અને આવતા વિક એન્ડમાં પણ જબરજસ્ત કમાણી કરશે તેમ ફિલ્મી પંડિતો કહી રહ્યા છે.
Also read : સુષ્મિતા સેનને ભૂલીને લલિત મોદી ફરી પ્રેમમાં પડ્યાં
પુષ્પા-2 સાથે ટક્કર ન થાય તે માટે ફિલ્મની રિલિઝ પાછી ઠેલવાનો નિર્ણય નિર્માતાને ફળ્યો છે. હવે જોવાનું એ છે કે કમાણીમાં ફિલ્મ પુષ્પા-2ને ટક્કર આપી શકે છે કે નહીં.