છાવા ફિલ્મે પોતાના જ રેકોર્ડ તોડી નાખ્યાઃ બીજા શનિવારે પણ બોક્સ ઓફિસ પર ધમાલ

વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ છાવાએ બોક્સ ઓફિસ (Chhava box office collections) પર ધૂમ મચાવી છે. ફિલ્મે અન્ય ફિલ્મોના તો રેકોર્ડ તોડ્યા જ છે, પરંતુ પોતાના બોક્સ ઓફિસ કલેક્શનના રેકોર્ડ પણ તોડ્યા છે. ફિલ્મ 14મી ફેબ્રુઆરીએ રિલિઝ થઈ હતી અને પહેલા દિવસથી જ ધમાલ મચાવી રહી છે. પહેલા વિક એન્ડ અને વિક ડેઝમાં સારું કલેક્શન કર્યા બાદ ફિલ્મ બીજા અઠવાડિયામાં પહોંચી છે અને બીજા શનિવારે તેણે અગાઉના પોતાના જ રેકોર્ડ તોડ્યા છે.
દિનેશ વિજનના નિર્માણમાં અને લક્ષ્મણ ઉત્તેકરના નિર્દેશનમાં બનેલી ફિલ્મનું બજેટ રૂ. 130 કરોડ હોવાનું માનવામાં આવે છે અને પહેલા અઠવાડિયામાં જ આ ખર્ચ ફિલ્મે કાઢી લીધો હતો. ફિલ્મે વર્લ્ડ વાઈડ કલેક્શન તો 300 કરોડને પાર થઈ ગયું હતું, પરંતુ હવે ડોમેસ્ટિક કલેક્શન જ 300 કરોડને આંબવા પહોંચ્યું છે જ્યારે ગ્લોબલી ફિલ્મે 350 કરોડ વટાવી લીધા છે. આજે રવિવાર હોવાથી ફિલ્મ હજુ વધારે સારું પર્ફોમ કરશે તેમ માનવામાં આવે છે.
Also read: છાવાઃ 200 કરોડ કરતા પણ વધારે કમાણી વિકી કૌશલને આ વીડિયોમાં દેખાઈ છે
મીડિયા રિપોર્ટ અનુસાર ગઈકાલ શનિવારની વાત કરીએ તો ભારતમાં ફિલ્મે રૂ. 45 કરોડ કલેક્ટ કર્યા છે. આ ફિલ્મે પહેલા દિવસે 31 કરોડ, બીજા દિવસે 37 કરોડ, ત્રીજા દિવસે 48.5 કરોડ, ચોથા દિવસે 24 કરોડ, પાંચમાં દિવસે 25.25 કરોડ, છઠ્ઠા દિવસે 32 કરોડ અને સાતમા દિવસે 21.5 કરોડની કમાણી કરી હતી, જે બાદ પ્રથમ સપ્તાહમાં ફિલ્મનું કલેક્શન રૂ. 252 કરોડ આસપાસ થઈ ગઈ છે. આ સાથે ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે 300 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો હતો. શનિવારે 45 કરોડનું કલેક્શન કરી ફિલ્મે પોતાના જ પાંચ દિવસના આંકડાને પાછળ મૂકી દીધા છે. ફિલ્મે પહેલા શનિવારે 37 કરોડ કમાયા હતા. ફિલ્મના રિવ્યુ સારા આવ્યા હતા. આ સાથે માઉથ પબ્લિસિટી થતાં વિકી કૌશલની પિરિયોડિકલ ફિલ્મ લોકોમાં ભારે લોકપ્રિય થઈ રહી છે.