મનોરંજન

Rashmikaએ Vijay ને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો…

Actress Rashmika Mandanna Film Industyનું એક ખૂબ જ જાણીનું નામ છે અને અફકોર્સ હોય પણ કેમ નહીં National Crush છે ભાઈ… ફિલ્મ એનિમલથી ચર્ચામાં આવેલી રશ્મિકા હાલમાં પીરિયડ એક્શન ફિલ્મ છાવાનું શૂટિંગ પુરં કર્યું છે. પણ આપણે અહીં રશ્મિકાની પ્રોફેશનલ લાઈફ નહીં પણ પર્સનલ લાઈફ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. રશ્મિકા તેની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે અને એમાં પણ વિજય દેવરાકોંડા સાથેની રિલેશનશિપને કારણે તો એકદમ ખાસ… 2019માં બંને જણે એક સાથે ફિલ્મ ડિયર કોમરેડમાં જોવા મળ્યા હતા અને ફેન્સે બંનેની કેમેસ્ટ્રીને ખૂબ જ પસંદ કરી હતી. વચ્ચે તો રશ્મિકા અને વિજયની સગાઈ અને લગ્નની વાતો પણ સાંભળવા મળી હતી, પણ હવે ખુદ રશ્મિકાએ આ બાબતે મૌન તોડ્યું છે.

રશ્મિકાએ તાજેતરમાં જ વિજય સાથેના તેના સંબંધો વિશે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, વિજુ અને હું એક સાથે મોટા થયા છીએ અને આજે હું મારા જીવનમાં જે કંઈ પણ છું એમાં એનું ખૂબ જ મોટું અને મહત્ત્વનું યોગદાન છે. એટલું જ રશ્મિકાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે તે વિજયના ઓપિનિયન્સને મહત્ત્વ આપે છે અને વિજય દરેક મુદ્દા પર ઊંડાણપૂર્વક વિચાર કરે છે.


રશ્મિકાએ વધુમાં જણાવ્યું હતું કે વિજય મારા દરેક વિષયને ખૂબ જ ગંભીરતાથી સાંભળે છે અને તે મને જણાવે છે કે આ સારું છે, આ ખબાર છે. મારે આ કરવું જોઈએ, મારે આ ના કરવું જોઈએ… તેણે મારા સમગ્ર જીવનમાં અન્ય કોઈપણ વ્યક્તિ કરતાં વ્યક્તિગત રીતે મને વધુ ટેકો આપ્યો છે. તેથી, મને લાગે છે કે તે એવી વ્યક્તિ છે જેનો હું ખરેખર ખૂબ આદર કરું છું. હું હંમેશા તેના માટે ખૂબ જ સકારાત્મક વિચારો રાખું છું.


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકા મંદાનાની એક પછી એક અનેક ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે, જેમાં તેલુગુમાં ‘પુષ્પા 2’, ‘રેનબો’, ‘ધ ગર્લફ્રેન્ડ’ અને ‘ધનુષ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે, નાગાર્જુન અને જિમ સરભ સાથેની અનટાઈટલ્ડ ફિલ્મનો સમાવેશ કરવામાં આવ્યો છે…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button