મનોરંજન

મલ્લિકા શેરાવતના બોલ્ડ અંદાજને જોઈ લો…

મુંબઈઃ બોલીવુડની જાણીતી અને પચાસ વર્ષની ઉંમર નજીક પહોંચવા છતાં અમુક અભિનેત્રીઓ તેમના બોલ્ડ અને ગ્લેમર અંદાજ રજૂ કરવાનો મોહ મૂકી શકતી નથી, જ્યારે આ યાદીમાં મર્ડર ફેમ મલ્લિકા શેરાવતનું નામ પણ અચૂક લઈ શકાય.

રીમા લામ્બા નહીં, પરંતુ મલ્લિકા શેરાવતથી બોલીવુડમાં જાણીતી બનેલી મલ્લિકા હજુ પણ લગ્ન કર્યા નથી. મલ્લિકાની લાઈફસ્ટાઈલ લેવિશ છે, પરંતુ તેના અંદાજ પણ એટલો જ ભવ્ય છે. મલ્લિકા શેરાવતને હવે ફિલ્મોમાં પણ કામ ઓછું કરે છે, પણ તેની લાઈફસ્ટાઈલને અચૂક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.

તાજેતરમાં તેના સેક્સી અંદાજવાળા ફોટોગ્રાફને પોસ્ટ કરીને ફરી લાઈમલાઈટમાં આવી ગઈ છે, જ્યારે તેના ફોટોગ્રાફ પણ ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે. મલ્લિકા શેરાવત એટલી હદે પોતાની કર્વી ફિગરને ફ્લોન્ટ કરે છે કે તેને જોઈને લોકો દંગ રહી ગયા હતા. તેના ફોટોગ્રાફની સાથે વીડિયો પણ જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જ્યારે તેના પણ લોકો દિલ ખોલીને પ્રતિક્રિયા આપી હતી. આ ઉપરાંત, અમુક લોકોએ તેની ઉંમરને વચ્ચે લાવીને જોરદાર ટ્રોલ પણ કરી હતી.

અમુક યૂઝરે લખ્યું હતું કે હવે તો હદ થાય છે. પોતાની ઉંમરને ધ્યાનમાં રાખીને હિરોઈને મર્યાદામાં રહેવું જોઈએ, પરંતુ અમુક લોકોએ તેના સેક્સી અંદાજના વખાણ કર્યા હતા. તમારી જાણ ખાતર જણાવીએ કે મલ્લિકાએ ફ્કત વ્હાઈટ ગાઉન અને ટોવેલમાં બિંદાસ્ત પોઝ આપ્યા છે, જ્યારે કેપ્શનમાં ફક્ત હેપ્પી વીકએન્ડ એવરીવન લખ્યું છે. મલ્લિકા શેરાવતના ફોટોગ્રાફને લાખો લોકોએ લાઈક કરી છે, જ્યારે સેંકડો લોકોએ કમેન્ટ પણ કરી છે. એક યૂઝરે તો લખ્યું છે કે ઇતને સારે કપડે.

મૂળ હરિયાણાની પણ રીમાનો ઉછેર દિલ્હીમાં થયો, ત્યારબાદ ટેલિવિઝનની એડથી એન્ટ્રી કરી હતી. 2004માં આવેલી રોમાન્સ અને થ્રિલર પર આધારિત ફિલ્મ મર્ડરથી મલ્લિકા રાતોરાત જાણીતી બની હતી. હોલીવુડની અનફેથફુલ પરથી મર્ડર ફિલ્મ બનાવી હતી. 2005માં ધ મિથમાં જેકી ચાન સાથે જોવા મળી હતી, ત્યારબાદ પ્યાર કે સાઈડ ઈફેક્ટસ, ડર્ટી પોલિટિકસ વેલ્કમ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

મલ્લિકાની આજની તારીખે ઉંમર 46 છે, પરંતુ તેના ગ્લેમરસ અંદાજથી લાગશે નહીં તે પચાસ વર્ષ નજીક પહોંચી છે. તેની ફીટનેસની સાથે તેની ઉંમર પર પણ કોઈ વિશ્વાસ કરી શકશે નહીં. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા છતાં ઈન્સ્ટાગ્રામ પર તેના 2.3 મિલિયનથી વધુ ફોલોઅર્સની સંખ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button