મનોરંજન

જોઈ લો Disha Pataniના હોટ લૂકને, છવાઈ ગઈ સોશિયલ મીડિયા પર

હોટ એન્ડ સ્ટનિંગ લૂક ધરાવનારી દિશા પટણી (Disha Patani)એ તાજેતરમાં એક ઈવેન્ટમાં હાજર રહીને ચાર ચાંદ લગાવ્યા હતા. બ્લેક કલરના આઉટફીટમાં દિશાને જોઈને લોકો પણ ચોંકી ગયા હતા. અરમાનીની ઈવેન્ટમાં પાપારાઝીને પણ દિશાના ફોટોગ્રાફને કેપ્ચર કરવાની તક મળ્યા બાદ એક પછી એક ફોટો પણ પાડ્યા હતા.

જોકે, આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ હતી. એના સિવાય તાજેતરમાં પોસ્ટ કરવામાં આવેલા ફોટોગ્રાફને કારણે દિશા ચર્ચાનું કારણ બની છે. એકદમ બિંદાસ્ત લૂકમાં જોવા મળતી દિશા દરેક વખતના માફક કોઈની શોધમાં હોવાના જ પોઝમાં જોવા મળે છે, એમ ઈન્ડસ્ટ્રીના વર્તુળોએ જણાવ્યું હતું. દિશાના ગ્લેમરસ લૂકની સોશિયલ મીડિયા પર લોકોએ જોરદાર પ્રશંસા કરી હતી. એક ઈવેન્ટમાં દિશાની એન્ટ્રી થયા પછી સૌની નજર દિશા પર જ હતી. બિકિની ક્વીન દિશાએ એક પછી એક મસ્ત અદામાં પોઝ પણ આપ્યા હતા.

બ્લેક કલરની ડીપ નેક મિનિ ડ્રેસમાં દિશાની તસવીરો પણ દિશાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને લોકોએ અવનવી પ્રતિક્રયા આપી હતી. દિશા પોતાના કર્વી ફિગર અને ટોન્ડ લેગ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. એ ઈવેન્ટમાં આમ તો દિશા સિમ્પલ લૂકમાં હતી, પરંતુ ઈયરિંગ્સ, બ્રેસલેટ, કડું અને હાઈ હિલ્સની સાથે અન્ય એક્સેસરીઝમાં જોવા મળી હતી. ગ્લોસી મેકઅપ સાથે મેચ કરવાની સાથે ખુલ્લા વાળમાં દિશાએ લોકોનું દિલ તો ચોક્કસ જીતી લીધું હતું.

દિશા પટણીએ સોશિયલ મીડિયા પર હંમેશાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળે છે. આગામી દિવસોમાં દિશા કલ્કી 2898 એડીમાં જોવા મળશે. આ ઉપરાંત, કંગુઆ અને વેલ્કમ ટુ ધ જંગલમાં જોવા મળશે. છેલ્લે દિશા યોદ્ધામાં જોવા મળી હતી. ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરવા મુદ્દે દિશાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઈન્ડસ્ટ્રીમાં કરણ જોહરને કારણે આવી છે, કારણ કે પોતે મોડલિંગ કરતી હતી ત્યારે મને જોઈ હતી. અઢાર વર્ષે હું મોડલિંગ કરતી હતી ત્યારે કરણ જોહરે મને જોઈ અને હું ઈન્ડસ્ટ્રીમાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો