મનોરંજન

Ex Miss Worldના Bikini અંદાજને જોઈ લો, Bold અભિનેત્રીઓ શરમાઈ…

મુંબઈઃ દેશભરમાં ગરમીનો પારો ઉચકાયો છે, ત્યારે ચારધામ સાથે હિલ સ્ટેશનો પર પર્યટકોની ભીડમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. સેલિબ્રિટીઝ પણ દરિયાકિનારે વેકેશનની મોજ માણી રહ્યા છે, જેમાં તાજેતરમાં પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર (Ex Miss World Manushi Chhilar) પણ વેકેશનની મજા માણતી જોવા મળી હતી. અત્યારે માનીષી છિલ્લર તેની લેટેસ્ટ ફોટોશૂટને લઈ ચર્ચામાં છે.

અન્ય અભિનેત્રીઓના માફક માનુષીએ તેના બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. બડે મિયાં છોટે મિયાં ફેમ અભિનેત્રી બિકિનીમાં ફોટોસેશન કરાવીને ચર્ચામાં આવી ગઈ છે, જ્યારે તેના બોલ્ડ એન્ડ બ્યુટીફુલ અંદાજને જોઈને બોલ્ડ અભિનેત્રીઓને પણ પરસેવો છોડાવી દીધો છે.

થોડા દિવસ પહેલા માનુષીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ પર હોટ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં માનુષી બિકિનીમાં કિલર લૂક આપ્યા હતા. અન્ય બીજી તસવીરમાં પણ બ્લેક એન્ડ રેડ કલરની બિકિની પોતાના કિલર ફિગરને ફ્લોન્ટ કર્યું હતું. એક પોસ્ટમાં બ્લેક બિકિનીમાં બીચ પર બોટલ હાથમાં લઈને એક કરતા અનેક નખરાળા પોઝ આપ્યા હતા.

માનુષીના બોલ્ડ અંદાજને જોઈને બોલીવુડની બિકિની ક્વીન તરીકે ઓળખાતી અભિનેત્રી દિશા પટણી કે સની લિયોન સહિત અન્ય અભિનેત્રીઓની હરોળમાં આવી ગઈ હતી. સોશિયલ મીડિયા પર પણ માનુષીના ફોટોગ્રાફ જોરદાર વાઈરલ થયા હતા.



મોડલિંગ અને એક્ટિંગ પછી માનુષી છિલ્લરે નવી ઈનિંગ શરુ કરી છે. અનુષ્કા શર્મા અને સલમાન ખાન, સોનમ કપૂર સહિત અન્ય કલાકારોના માફક ક્લોધિંગ બ્રાન્ડથી નવું સાહસ શરુ કર્યું છે. તાજેતરમાં માનુષીએ Dweep દ્વીપ નામથી પોતાની સ્વિમવિયર બ્રાન્ડ પણ શરુ કરી છે.



2017માં મિસ વર્લ્ડ બની હતી માનુષી. 17 વર્ષ પછી ભારતની મોડલ મિસ વર્લ્ડ બની હતી. મોડલિંગની દુનિયામાં નામ કમાવ્યા પછી માનુષીએ 2022માં અક્ષય કુમારની સાથે ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. પહેલી ફિલ્મમાં જોરદાર અભિનય કરીને માનુષી લોકોનું દિલ જીતી લીધું હતું.

અત્યાર સુધીમાં માનુષીએ ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી, ઓપરેશન વેલેન્ટાઈન અને બડે મિયાં છોટે મિયાં જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આગામી દિવસોમાં જોહન અબ્રાહમની સાથે તહેરાનમાં જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button