મનોરંજન

કાંતારાની ધમાલ વચ્ચે ‘ચણિયા ટોળી’નો ડંકો! ૬ દિવસમાં ₹૧૦.૭૩ કરોડ કમાઈને તોડ્યા રેકોર્ડ

અમદાવાદ: દિવાળીના સમય પર વેકેશનનો લાભ જો કોઈએ ખાટ્યો હોય તો કાંતારાએ, પણ તેની સાથે ગુજરાતી સીનેમાની અંદર ગુજરાતી ફિલ્મ ‘ચણિયા ટોળી’એ દિવાળી વેકેશન દરમિયાન બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કર્યું છે અને છ દિવસમાં સૌથી વધુ ₹૧૦.૭૩ કરોડની કમાણી કરી છે.

આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જન્નોક ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ‘ચણિયા ટોળી’એ દિવાળી વેકેશન દરમિયાન બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન ૧૨૦૦ થી વધુ સ્ક્રીન પર રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર છ દિવસમાં ₹ ૧૦.૭૩ કરોડનું ઐતિહાસિક કલેક્શન કરીને ઇન્ડસ્ટ્રીના અગાઉના રેકોર્ડ તોડી નાખ્યા છે.

ફિલ્મ ‘ચણિયા ટોળી’ની રિલીઝ દિવાળીની રજાઓના સમયગાળામાં થતાં તેને જબરજસ્ત ફાયદો મળ્યો છે. પ્રેક્ષકોએ આ ફિલ્મને પરિવાર સાથે માણી અને દરરોજ કમાણીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. છ દિવસ દરમિયાન ફિલ્મે સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું, જેમાં દિવસ ૬માં સૌથી વધુ ₹૧૦.૭૩ કરોડની કમાણી નોંધાઈ, ભારતમાં જ નહીં, પણ વિદેશમાં (Overseas Market) પણ ફિલ્મે અદ્ધભૂત પ્રદર્શન કર્યું છે.

વર્ષ 2025માં રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો ૨૦૨૫ની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ ઉંબરો બની હતી, જેણે ૧૭.૩૩ કરોડ ગ્રોસ કલેક્શન કર્યું હતું. સોશિયલ કોમેડી ફિલ્મ હોવા છતાં ૧૦૦ દિવસથી વધુ સમય સુધી થિયેટરોમાં ચાલી હતી. તે ઉપરાંત વશ ફિલ્મે તેના પ્રારંભિક સપ્તાહમાં જ ₹૮.૧ કરોડની નેટ કમાણી કરી હતી અને ફિલ્મનો ખર્ચ લગભગ વસૂલ કર્યો હતો. ત્યારે હવે જોવું રહ્યું કે વર્ષના અંત સુધીમાં કઇ ફિલ્મ કમાણીમાં સૌથી આગળ વધે છે.

આ પણ વાંચો…આયુષ્યમાન અને રશ્મિકા મંદાનાની થામાને મળ્યો જબરો રિસ્પોન્સ, આ ફિલ્મો સાથે થશે ટક્કર

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button