આલિયા બાદ હવે આ જાણીતી હસ્તીએ કરી પોતાની 9 મહિનાની દીકરીની મૂંહ દિખાઈ…

પટનાઃ બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે સોમવારે પોતાની દીકરીની એક ઝલક દેખાડી હતી અને પરિવાર સાથે ક્રિસમસની ઊજવણી પણ કરી હતી. સોશિયલ મીડિયા પર તેજસ્વીનો નવ મહિનાની દીકરી કાત્યાયની સાથેનો ડાન્સ કરતો વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેજસ્વતી સાથે એમની પત્ની રાજશ્રી યાદવ અને માતા અને બિહારનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવી પણ જોવા મળી રહ્યા છે.
વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક સરસ મજાનો શણગારેલો ક્રિસમસ ટ્રી પણ દેખાઈ રહ્યો છે અને એની બાજુમાં જ એક સાંતાક્લોઝનું સ્ટેચ્યુ પણ રાખવામાં આવ્યું છે જે સેક્સોફોન વગાડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરીને તેજસ્વીએ લખ્યું હતું કે જીવનમાં ખુશી, ગર્મજોશી, પ્રેમ અને રોશનીની કામના…
તેજસ્વી યાદવે પોતાની ઓનલાઈન ફેમિલીને પણ ક્રિસમસ ફેસ્ટિવલની શુભેચ્છા આપી હતી અને લખ્યું હતું કે મેરી ક્રિસમસ…તમારા સૌના જીવનમાં પ્રેમની રોશની આવતી રહી, તમારા જીવનમાં તમને અનંત આશીર્વાદ મળે. આ તહેવાર તમારા તમામના જીવનમાં પ્રેમ, પ્રકાશ, ખુશી, શાંતિ, સમૃદ્ધિ અને સદ્ભાવ લઈને આવે…
અત્રે ઉલ્લેખનીય છે કે આ ખુશીનો જશ્ન એવા સમયે મનાવવામાં આવી રહ્યો છે કે જ્યારે યાદવ પરિવાર કાયદાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. 23મી ડિસેમ્બરના જ ઈડીએ રેલવે જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં તેજસ્વી યાદવને એક નવું સમન્સ પાઠવ્યું હતું.