બોલો! મનિષ મલ્હોત્રાની પાર્ટી માટે તેણે ડિઝાઇન કરેલા કપડાં પહેર્યા બાદ સેલિબ્રિટી તે પાછા આપે છે… કોણે રિવીલ કર્યું સિક્રેટ
મુંબઇ: બોલીવુડના ફેમસ ફેશન ડિઝાઇનર મનિષ મલ્હોત્રા દર વર્ષે ભવ્ય દિવાળી પાર્ટીના આયોજન માટે ચર્ચામાં હોય છે. ઘણાં સેલિબ્રિટી તેની પાર્ટીમાં અલગ અલગ લૂકમાં અને ડિઝાઇનર કપડાં પહેરીને આવે છે. આ વર્ષે પણ મનિષ મલ્હોત્રાએ દિવાળી પાર્ટીનું આયોજન કર્યુ હતું. આ પાર્ટીમાં બધા જ બોલીવુડ સેલિબ્રીટીએ હાજરી આપી હતી. ત્યારે એક સેલિબ્રિટીએ મનિષ મલ્હોત્રાની આ પાર્ટીમાં આવનાર સેલિબ્રિટી અને તેમના કપડાં અંગેનું સિક્રેટ જાહેર કર્યું છે.
જાણીતા નૃત્ય દિગ્દર્શક અને દિગ્દર્શક ફરાહ ખાનના કહેવા મુજબ મનિષ તેની દિવાળી પાર્ટી માટે બધી સેલિબ્રિટીને તેણે જાતે ડિઝાઇન કરેલા કપડાં આપે છે. બીજા દિવસે સેલેબ્સ એ કપડાં મનિષ મલ્હોત્રાને પાછા આપે છે. કોમેડિયન ભારતી સિંહના ટોક શોમાં હાલમાં જ ફરાહ ખાને ભાગ લીધો હતો. એ સમયે ફરાહે આ આ સિક્રેટનો ખૂલાસો કર્યો હતો.
ફરાહએ આ અંગે વાત કરતાં કહ્યું કે, મનિષે તેની પાર્ટી માટે અમને બધાને તેણે જાતે ડિઝાઇન કરેલા કપડાં આપ્યા હતાં. તેના બીજા દિવસે અમે એ કપડાં એને પાછા આપ્યા હતાં. ફરાહની આ વાત પર ભારતીને બહુ આશ્ચર્ય થયું હતું.
ફરાહ ખાને વધુમાં જણાવ્યું કે, મનિષની પાર્ટીમાં જનારા તમામ સેલિબ્રિટી એની પાસે પાર્ટી માટે ડિઝાઇનર ડ્રેસ તૈયાર કરી આપવાની વિનંતી કરે છે. એક રીતે જોઇએ તો તે મનિષ માટે બેસ્ટ છે. કારણ કે આ બહાને અન્ય લોકોને પણ મનિષના ડિઝાઇન કરેલા કપડાં જોવા મળે છે. પાર્ટીનો દિવસ તો જાણ બધા સેલિબ્રીટીનો ફેશન શો જ હોય છે. જ્યાં બધા સેલેબ્સ મનિષે ડિઝાઇન કરેલા કપડાં પહેરે છે. અને બીજા દિવસે તે પાછા આપી દે છે.