મનોરંજન

આ બધા કલાકારોના બ્રેકઅપે ઈન્ડસ્ટ્રીમાં ભૂકંપ સર્જયો હતો

બોલીવુડમાં જાણીતા સ્ટાર માટે બ્રેકઅપનો વિષય નવો રહ્યો નથી. જાણીતા સાઉથના સ્ટાર્સ સૌથી વધુ ભોગ બન્યા છે. સાઉથના જાણીતા ડાન્સર પ્રભુદેવાનું બ્રેકઅપ વધુ જાણીતું બન્યું હતું. પ્રભુદેવા અને નયનતારા સાથેનું બ્રેકઅપે ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી હતી.


પ્રભુદેવા પહેલા પણ તમિલ સુપરસ્ટાર સિંબુ અને સાઉથ એક્ટ્રેસ નયનતારાનું પણ બ્રેકઅપ થયું હતું. સામંથા રુથ પ્રભુ પણ યુવા પેઢીનો ક્રશ રહી ચૂકી છે અને નાગા-ચૈતન્ય સાથે તેમની જોડી લોકો પસંદ કરી રહ્યા હતા, જો કે તેમની મેરેજ લાઈફ પણ લાંબી ચાલી શકી નહીં અને ત્રણ વર્ષના રિલેશન પછી બંન્નેએ છૂટા છેડા લેવાનો વારો આવ્યો હતો.
સામંથા રૂથ પ્રભુના લગ્ન તો ચાલ્યા નહીં પણ એના પહેલા પણ તેનું બ્રેકઅપ થઈ ચૂક્યું છે. નાગા ચૈતન્ય સાથે લગ્ન પહેલા સામંથા ફિલ્મસ્ટાર સિદ્ધાર્થને ડેટ કરી રહી હતી. લાંબા સમય સુધી ડેટિંગ પછી બંન્ને સ્ટાર્સે બ્રેકઅપ કરી લેતા ચર્ચા ફેલાઈ હતી.

બ્રેકઅપની આ લિસ્ટમાં નેશનલ ક્રશ રશ્મિકા પણ બાકાત રહી નથી. ફિલ્મસ્ટાર રક્ષિત શેટ્ટી અને રશ્મિકા મંદાનાની વચ્ચે લાંબા સમય સુધી ચાલેલા અફેર બાદ સગાઈ પણ થઈ હતી, જોકે સગાઈ બાદ તેમનો સંબંધ લાંબો સમય ચાલી શક્યો નહોતો.

બાહુબલીનો વિલન પણ બ્રેકઅપનો શિકાર થઈ ચૂક્યો છે. ફિલ્મ સ્ટાર રાણા દગ્ગુબાતી અને તૃષા કૃષ્ણન પણ એક-બીજાને ગુપચુપ ડેટ કરી રહ્યા હતા. બાદમાં બંનેના બ્રેકઅપના સમાચારોએ ઈન્ડસ્ટ્રીમાં ભૂકંપ લાવી દીધો હતો.
જોકે આ તમામ સમાચારોમાં ફેમસ ડાન્સર, કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર પ્રભુદેવાનું સાઉથ સુપર સ્ટાર નયનતારા સાથેનું બ્રેકઅપ ખૂબ ચર્ચામાં રહ્યું હતું. આ બંનેના ડેટના સમાચારો પણ લાંબો સમય ચાલ્યા હતા, પણ બાદમાં આમનું પણ ખરાબ રીતે બ્રેકઅપ થયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button