Happy Birthday: professional life સારી પણ personal lifeમાં ઠરી નહીં આજની સેલિબ્રિટી
આજના સમયમાં સારી professional life ધરાવતી સફળ મહિલાઓ લગ્ન કરવાનું ઓછું પસંદ કરે છે. જીવનનો એક ખૂણો ભલે ખાલી રહે, પણ તેમને દુઃખ નિષ્ફળતા કે રોજરોજની ખટપટ જોઈતી નથી અને પરવડે તેમ પણ નથી. આજે માત્ર સેલિબ્રિટી જ નહીં સામાન્ય યુવતીઓ પણ સિંગલ લેવાનો નિર્ણય સહજતાથી લઈ રહી છે, પરંતુ 80-90ના દાયકામાં આવું ન હતું. તે સમયે અભિનેત્રી પણ એક ઉંમરની થઈ જાય એટલે પરણવાનું પસંદ કરતી અથવા તો સામાજિક રીતે માનતી હતી કે લગ્ન કરવા જોઈએ. આજની બર્થ ડે સેલિબ્રિટી આમાની એક છે જેણે એકલતા અને સંઘર્ષ બન્નેને ધ્યાનમાં રાખી લગ્ન કરવાનું નક્કી કર્યું, પરંતુ બન્ને વાર તેનાં સંબંધો નાકામ રહ્યા અને આજે ફરી તે એકલું જીવન ગાળી રહી છે. વાત છે એક ખૂબ જ પ્રતિભાશાળી, આલા દરજ્જાની અભિનેત્રી, દિગ્દર્શિકા, લેખિકા અને ચિત્રકારા દિપ્તી નવલની.(Dipti Naval) આજે તેનો 72મો જન્મદિવસ (birthday) છે. અભિનેત્રી આજે પણ એટલી જ તાજગીવાળી અને સુંદર દેખાય છે.
દીપ્તિએ ચશ્મે બદ્દૂર, કથા, સાથ-સાથ, અનકહી, બવંડર, લીલા, ફિરાક જેવી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનય દ્વારા દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું. દીપ્તિ નવલ Dipti Naval તેની પ્રોફેશનલ લાઈફ ઉપરાંત તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં હતી. દીપ્તિ નવલના જીવનમાં બે પુરુષો આવ્યા.
દીપ્તિ નવલનો જન્મ 3 ફેબ્રુઆરી 1952ના રોજ અમૃતસરમાં થયો હતો. દીપ્તિના પિતા ઈચ્છતા હતા કે દીપ્તિ ચિત્રકાર બને, પરંતુ દીપ્તિ નવલ Dipti Naval અભિનયની દુનિયા તરફ વળી. અભિનેત્રીએ તેની કારકિર્દી થિયેટર કલાકાર તરીકે શરૂ કરી હતી. દીપ્તિએ 1978માં ફિલ્મ જુનૂનથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી વર્ષ 1980માં તેને ફિલ્મ એક બાર ફિર સેમાં લીડ રોલ કરવાનો મોકો મળ્યો. આ ફિલ્મમાં તેની એક્ટિંગના પણ વખાણ થયા હતા. પોતાના કામના દિવસોમાં તે નિર્દેશક પ્રકાશ ઝાના સંપર્કમાં આવી અને વર્ષ 1985માં દીપ્તિ નવલે ફિલ્મ નિર્દેશક પ્રકાશ ઝા (Prakash Jha) સાથે લગ્ન કર્યા હતા.
પ્રકાશ ઝા સાથે દીપ્તિ નવલના લગ્ન દુનિયાની નજરમાં તો 17 વર્ષ ચાલ્યા, પણ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપ્તિ અને પ્રકાશ ઝા વચ્ચેનો સંબંધ માત્ર બે વર્ષ જ ચાલ્યો હતો. જોકે, 15 વર્ષ પછી બંને આગળ આવ્યા અને એકબીજાને છૂટાછેડા આપી દીધા. બંનેને એક પુત્રી દિશા ઝા છે. પ્રકાશ ઝાથી અલગ થયા પછી, દીપ્તિ નવલ તેમના જીવનમાં એકલતા સાથે સંઘર્ષ કરી રહી હતી જ્યારે પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના પુત્ર વિનોદ પંડિતે તેમના જીવનમાં પ્રવેશ કર્યો. બંનેની સગાઈ થઈ હોવાના મીડિયા અહેવાલો પણ છે. જોકે કિસ્મતને કંઈક ઔર જ મંજૂર હતું અને વિનોદ પંડિત સાથેની સગાઈ પછી દીપ્તિ નવલના જીવનમાં લીલા તોરણો બંધાઈ તે પહેલા વિનોદ પંડિતનું કેન્સરને કારણે નિધન થયું હતું. આ પછી દીપ્તિ નવલના જીવનમાં અંધકાર છવાઈ ગયો. વિનોદ પંડિતના મૃત્યુએ તેમને ઊંડે ઊંડે તોડી નાખી હતી. અભિનેત્રીએ કોઈક રીતે હિંમત એકઠી કરી અને પરિસ્થિતિને સ્વીકારી અને ફરી એકવાર અભિનય તરફ વળી. જોકે કલાનો સહારો લઈ તેઓ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. હજુ પણ લખે છે, ચિત્રો દોરે છે અને અભિનય પણ કરે છે.
દિપ્તીને સ્વસ્થ જીવન માટે શુભેચ્છાઓ.