મનોરંજન

સેલેબ્સ જેઓ ગ્લેમરની ચમકધમક છોડી અધ્યાત્મના રસ્તે ચાલી નીકળ્યા…

બોલીવૂડમાં અનેક એવા સ્ટાર્સ છે કે જેમણે ઈન્ડસ્ટ્રીમાં રહીને નામ અને પૈસા તો કમાવ્યા પણ જીવનમાં શાંતિ નથી પામી શક્યા. આ જ કારણે તેઓ ધર્મ, અધ્યાત્મના રસ્તે ચાલી નીકળ્યા. ગ્લેમરની દુનિયાને અલવિદા કહીને આ સેલેબ્સ અધ્યાત્મની દુનિયામાં લીન થઈ ગયા. આ લિસ્ટમાં અનુપમા ટીવી સિરીયલથી નેમ અને ફેમ કમાવનાર અનઘા ભોંસલેથી લઈને બિગ બોસ ફેમ સના ખાનનો સમાવેશ પમ થાય છે. હાલમાં જ બિગ બોસ 17 ફેમ સોનિયા બંસલે શાંતિની શોધમાં પાંચ ફિલ્મો કરીને ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે. ચાલો જોઈએ બીજા હજી કયા એવા સ્ટાર્સ છે…

instagram

સોનિયા બંસલઃ
સોનિયા બંસલ બિગ બોસ-17થી ફેમસ થઈ હતી અને હાલમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે હવે ઈન્ડસ્ટ્રીનો હિસ્સો નહીં રહે. સોનિયાએ સ્વની શોધ, શાંતિ માટે અધ્યાત્મના રસ્તે નીકળી પડવાનો નિર્ણય લીધો છે. લોકપ્રિય એક્ટ્રેસે પોતાની પર્સનલ લાઈફને ઈમ્પોર્ટન્સ આપવાનો નિર્ણય લીધો છે.

Zaira Wasim

ઝાયરા વસીમઃ
દંગલ ફેમ ઝાયરા વસીને પણ ઈસ્લામના રસ્તે ચાલવા માટે બોલીવૂડમાં પોતાના કરિયરને પીક પર જ ટાટા બાય બાય કરી દીધું હતું. ઝાયરા વસીમે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતની જાહેરાત કરી હતી કે તે ઈન્ડસ્ટ્રીથી દૂર જઈ રહી છે.

Anagha Bhosale

અનઘા ભોસલેઃ
અનુપમામાં નંદિનીની રોલ કરનાર એક્ટ્રેસ અનઘા ભોસલેએ ટીવી છોડવાનો નિર્ણય કરીને લાઈમલાઈટ લૂંટી હતી. તેના નિર્ણયથી ફેન્સ ચોંકી ઉઠ્યા હતા કારણ કે તેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા હતા. અનઘા હવે કૃષ્ણની મોટી ભક્ત છે અને તેણે પોતાનું જીવન કૃષ્ણને સમર્પિત કરી દીધું છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને તેણે પોતાનું નામ બદલીને રાધિકા ગોપી ડીડી કર્યું છે.

sana khan

સના ખાનઃ
સના ખાને 2000ની સાલમાં જ ઈન્ડસ્ટ્રીને હંમેશા માટે અલવિદા કહ્યું હતું. તેણે પણ ધાર્મિક કારણોસર આ નિર્ણય લીધો હતો. રૂબિના દિલૈક સાથેના પોડકાસ્ટમાં પણ તેણે આ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તે સારા પૈસા કમાવી રહી હતી પણ તેને શાંતિ નહોતી મળતી એટલે તેણે લગ્ન બાદ ઈસ્લામનો માર્ગ લીધો.

Barkha Madan

બરખા મદાનઃ
બોલીવૂડનો હિસ્સો રહી ચૂકેલી એક્ટ્રેસ બરખા મદાન પણ અચાનક જ ઈન્ડસ્ટ્રી છોડીને બૌદ્ધ ધર્મ અપનાવીને અધ્યાત્મના રસ્તે ચાલી નીકળી હતી. હાલમાં તે બૌદ્ધ નન બનીને પોતાનું બાકીનું જીવન વ્યતીત કરી રહી છે. એક્ટ્રેસના આ નિર્ણયથી તેમના લાખો કરોડો ફેન્સને આંચકો લાગ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button