ફ્લોપ ફિલ્મથી કરિયરની શરૂઆત, પતિ કરતાં ચાર ગણી નેટવર્થ, બચ્ચન પરિવાર સાથે છે ખાસ કનેક્શન…
બોલીવૂડ એક્ટ્રેસ હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં છે અને એમાં પણ પતિ તેમ જ સાસરિયાઓ સાથેના અણબનાવને કારણે તો દરરોજ આ એક્ટ્રેસ હેડલાઈન્સમાં પણ રહે છે. પરંતુ વાત કરીએ નેટવર્થની તો એક્ટ્રેસ પોતાના પતિ કરતાં ચાર ગણી વધારે અમીર છે. પોતાના દમ પર એક્ટ્રેસે ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. 27 વર્ષ કરતાં પણ લાંબા સમયથી આ એક્ટ્રેસ ઈન્ડસ્ટ્રીની અમીર ઈન્ડિયન એક્ટ્રેસમાંથી એક છે. હવે તમને પણ આ એક્ટ્રેસ વિશે જાણવાની તાલાવેલી થઈ ગઈ ને? ચાલો તમને જણાવીએ-
અમે જે એક્ટ્રેસ વિશે વાત કરી રહ્યા છીએ એ બીજું કોઈ નહીં પણ બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચન છે. 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જિત્યા બાદ ઐશ્વર્યાએ ઈન્ડસ્ટ્રીમાં પા પા પગલી માંડી હતી. રિપોર્ટની વાત પર વિશ્વાસ કરીએ કો આમિર ખાનની ફિલ્મ રાજા હિંદુસ્તાની પહેલાં ઐશ્વર્યાને ઓફર થઈ હતી પરંતુ ઐશ્વર્યાએ ફિલ્મ ઠુકરાવી દીધી હતી. ઐશ્વર્યા પહેલાં મોડેલિંગ કરવા માંગતી હતી અને ત્યાર બાદ તેણે ફિલ્મોમાં કરવાનું શરુ કર્યો
ઐશ્વર્યાએ બોલીવૂડમાં ફિલ્મ ઔર પ્યાર હો ગયાથી એન્ટ્રી લીધી આ ફિલ્મમાં બોબી દેઓલ સાથે જોવા મળી હતી જે એકદમ સુપરફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મથી ઐશ્વર્યાના કરિયરને ખાસ કોઈ ફાયદો નહીં થયો. એક તરફ ઐશ્વર્યાનું બોલીવૂડમાં ખાસ કંઈ ઉપજી નથી રહ્યું ત્યાં તમિળ ઈન્ડસ્ટ્રીમાં તેના નામના સિક્કા પડી રહ્યા હતા. આખરે બોલીવૂડમાં ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમથી ફેમ મળી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.
હમ દિલ દે ચૂકે સનમ બાદ ઐશ્વર્યાનું ફિલ્મી કરિયર પાટે ચડી ગયું અને તેણે બેક ટે બેક ફિલ્મો આપી હતી. ફિલ્મો અને અલગ અલગ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી ઐશ્વર્યાએ કરોડોની માલિક બની ગઈ. ઐશ્વર્યાનું નેટવર્થ 862 કરોડ રૂપિયા છે. એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 6-7 કરોડ રૂપિયા લે છે. અભિષેક બચ્ચનની નેટ વર્થ વિશે વાત કરીએ તો કે 280 કરોડ રૂપિયા છે અને બંનેની નેટવર્થમાં ચાર ગણો ફરજ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને અભિષેક હાલમાં પોતાની રિલેશનશિપને લઈને કારણે ચર્ચામાં છે. રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો બંને વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. લાંબા સમયથી બંનેના ડિવોર્સના સમાચાર સામે આવી રહ્યા છે, પણ બંનેમાંથી કોઈએ કંઈ પણ ઓફિશિયલી એનાઉન્સમેન્ટ નથી કરી.