મનોરંજન

Cannes 2024: કંઇક આ રીતે માતા ઐશ્વર્યાની વહારે આવી દીકરી આરાધ્યા….

બોલિવૂડ અભિનેત્રી અને માતા ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન બી-ટાઉનની ફેવરિટ મા-દીકરીની જોડી છે. જ્યારે પણ માતા અને દીકરી સાથે જોવા મળે છે, ત્યારે તેમની ચર્ચાઓ થવા લાગે છે. આમ પણ આરાધ્યા બચ્ચન અન્ય સ્ટાર કિડ્સ કરતા સાવ અલગ છે. તે સ્ટાર કિડ્સ પાર્ટીનો ભાગ નથી, પરંતુ તે તેની મમ્મી ઐશ્વર્યાનો હાથ પકડીને ચાલતી જોવા મળે છે. ઐશ્વર્યા જ્યાં પણ જાય છે ત્યાં પોતાની દીકરીને ચોક્કસ સાથે લઈ જાય છે. આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ફરી એ જ વસ્તુ જોવા મળી. દર વખતની જેમ આ વખતે પણ આરાધ્યા માતા ઐશ સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આવી હતી.

કાનમાં ઐશ્વર્યાના લુકની ચારે તરફ ચર્ચા છે. જોકે, ઐશ્વર્યાના લુક વિશે લોકોમાં મતમતાંતર છે. ઘણાને ઐશ્વર્યાનો કાન ફ્સ્ટિવલનો લુક પસંદ નથી આવ્યો તો ઘણા લોકો તેના લુકના વખાણ કરતા થાકતા નથી. જોકે, એક વાતમા બેમત નથી અને એ છે આરાધ્યાનો સાથ. આ સમયગાળાની ઘણી તસવીરો સામે આવી છે જે હાલમાં ચર્ચામાં છે. આ તસવીરો જોયા બાદ લોકો ઐશ્વર્યાના મૂલ્યોના વખાણ કરતા થાકતા નથી. લોકો કહે છે કે આરાધ્યા હવે મોટી થઈ ગઈ છે અને એક દીકરી તરીકે તેની માતા પ્રત્યેની ફરજ નિભાવી રહી છે. ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચેલી ઐશ્વર્યા ઇજાગ્રસ્ત છે અને તેના હાથમાં પ્લાસ્ટર બાંધેલું છે. આવી સ્થિતિમાં આરાધ્યા તેની માતાની સંભાળ લેતી જોવા મળે છે. કેઝ્યુઅલ સ્ટાઇલિશ બ્લેક ટ્રેકસૂટમાં સજ્જ આરાધ્યા તેની માતાનો હાથ પકડીને તેને સપોર્ટ આપી રહી છે. કાળજીપૂર્વક મમ્મીનો હાથ પકડીને આરાધ્યા ફ્સ્ટિવલ સ્થળથી કાર સુધી લઇ ગઇ હતી.

જોકે, આરાધ્યા માટે આ કંઇ નવી વાત નથી. આ પહેલા પણ મા અને દીકરીને એરપોર્ટ પર એકસાથે સ્પોટ કરવામાં આવ્યા હતા, જ્યાં આરાધ્યા તેની માતાની હેન્ડ બેગ લઈને જતી જોવા મળી હતી. આરાધ્યા જે રીતે તેની મમ્મી ડિઅરેસ્ટની સંભાળ લઈ રહી છે, તે જોઇને લોકો કહી રહ્યા છે કે દીકરી હોય તો આવી…

હવે વાત કરીએ એશના કાન લુકની તો તે રેડ કાર્પેટ પર બ્લેક ટ્રેઇલ ગાઉનમાં શોભી રહી હતી. તેના ચહેરા પરનું સ્મિત જોઇને કોઇ એ માની જ ના શકે કે તેને હાથ પર ઇજા થઇ છે. આત્મવિશ્વાસથી ભરપૂર ઐશ્વર્યાએ લોકોની ભારે પ્રશંસા જીતી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button