મનોરંજન

હેં, હિટલરના વિરોધમાં શરૂ કરવામાં આવ્યો હતો Cannes Film Festival?

હાલમાં જ્યાં જુઓ ત્યાં કાન ફિલ્મ ફેસ્ટિવલની જ ચર્ચા સાંભળવા મળી રહી છે. 13મી મેથી શરૂ થયેલા આ ફેસ્ટિવલની આવતીકાલે એટલે કે 24મી મેના પૂર્ણાહૂતિ થશે. હોલીવૂડથી બોલીવૂડ અને ફેશનવર્લ્ડના અનેક દિગ્ગજોએ આ ફેસ્ટિવલમાં હાજરી આપીને એની શાન વધારી છે, પરંતુ શું તમને ખબર છે કે આ ફેસ્ટિવલથી શરૂઆત હિટલરના વિરોધમાં કરવામાં આવી હતી? ચાલો તમને જમાવીએ આ પાછળની સ્ટોરી-

78મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દર વર્ષે જાણીતી અને નામી હસ્તીઓ હાજરી આપીને રેડ કાર્પેટ પર વોક કરે છે. હાલમાં ભલે આ એક ફેશન ઈવેન્ટ જેવું લાગી રહ્યું હોય પરંતુ આ ફેસ્ટિવલમાં ફિલ્મ અને ડોક્યુમેન્ટરી દેખાડવામાં આવે છે અને એને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ્સ આપવામાં આવે છે. આ ઈવેન્ટમાં દુનિયાભરથી ડિરેક્ટર્સ, એક્ટર્સ અને ફેમસ સેલેબ્સ ભાગ લેવા માટે આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ ફેસ્ટિવલની શરૂઆત હિટલના વિરોધમાં કરવામાં આવી હતી.

The Venice Mostra was held in Italy in 1938

મળતી માહિતી પ્રમાણે આજે દુનિયાભરમાં જે ઈવેન્ટને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઈવેન્ટ માનવામાં આવે છે પણ અગાઉ કહ્યું એમ આની શરૂઆત હિટલરની જોહુકમીનો જવાબ આપવા માટે કરવામાં આવી હતી. 1938માં ઈટલીમાં વેનિસ મોસ્ટ્રાનું આયોજન થતું હતું. બીજા વિશ્વ યુદ્ધ પહેલાં ફિલ્મ બનાવનારા દેશ આ વર્ષે છઠ્ઠી વખત એકત્રિત થયા હતા અને આ ઈવેન્ટમાં અનેક ફિલ્મો પણ દેખાડવામાં આવી હતી.

એવોર્ડ સેરેમનીના દિવસે જૂરીને એક અમેરિકન ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી, પરંતુ હિટલરના ડરથી નાઝી પ્રોપેગેંડા અને લુસિયાના સેરા નામની ફિલ્મોને મુસોલિની કપ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ડેમોક્રેટિક દેશ અને ફ્રાંસમાં આક્રોષ જોવા મળ્યો હતો અને આ દેશોએ મોસ્ટ્રા છોડવાનો નિર્ણય લીધો હતો. આ દેશોમાં અમેરિકા અને ગ્રેટ બ્રિટનનો સમાવેશ પણ હતો.

હવે એક એવા ઈવેન્ટની જરૂરિયાત ઊભી થઈ કે જે મોસ્ટ્રાને ટક્કર આપી શકે અને 1939માં ફ્રાંસમાં એક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી જેને બીજા દેશોએ પણ સમર્થન આપ્યું. આ ફિલ્મ ફેસ્ટિવલની જાહેરાત ઈવેન્ટ યોજાવવાના ત્રણ મહિના પહેલાં કરવામાં આવી હતી. જોકે, વર્લ્ડ ટૂરને કારણે આ ઈવેન્ટ એ વર્ષે તો નહીં યોજાયો પણ એ વર્ષે કેટલીક ફિલ્મોની સ્ક્રિનિંગ આ ઈવેન્ટમાં ચોક્કસ કરવામાં આવી હતી.

ફિલિપ એર્લાંગરે જે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો પાયો 9 વર્ષે પહેલાં રાખવામાં આવી હતી. બીજા વિશ્વ યુદ્ધ બાદ ફ્રાંસમાં પહેલી વખત 1946ના આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ 20મી સપ્ટેમ્બર, 1946થી શરૂ થઈ હતી. ગ્રાન્ડ હોટેલના ગાર્ડનમાં અમેરિકન સિંગર ગ્રેસ મૂરે આ ઈવેન્ટને શરૂ કરી હતી, જેમાં મનોરંજનના અનેક કાર્યક્રમમાં આયોજિત કરવામાં આવ્યા હતા.

આ ઈવેન્ટને 1939માં નક્કી કરવામાં આવેલા નિયમોના આધારે ડિઝાઈન કરવામાં આવી હતી, જેમાં 19 દેશોએ ભાગ લીધો હતો. આ ફિલ્મ ફેસ્ટિવલમાં દરેક દેશને એક ગ્રાન્ડ પિક્સ એવોર્ડ આપવામાં આવ્યો અને પહેલો કાન ફિલ્મ ફેસ્ટિવલ સફળ થયો. બસ આ રીતે શરૂઆત થઈ હતી કાન ફિલ્મ ફેસ્ટિવલની…

અત્રે ઉલ્લેખનીય છે કે આ જ કાન ફિલ્મ ફેસ્ટીવલમાં 17મી મેના રોજ ગુજરાતીઓના ગૌરવસમા અખબાર મુંબઈ સમાચાર પર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મ મુંબઈ સમાચાર નોટઆઉટ 200નું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ફિલ્મનું ટ્રેલર અને ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આપણ વાંચો : ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ના પાંચમા દિવસે ‘મુંબઈ સમાચાર 200 નોટ આઉટ’નું સ્ક્રીનિંગ કરાયું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button