મનોરંજન

Abhishek Bachchan-Aishwarya Rai-Bachchanના તૂટતા સંબંધને બચાવી શકે છે આ લોકો…

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન (Aishwarya Rai-Bachchan And Abhishek Bachchan)ના લગ્નજીવનમાં પડેલાં ભંગાણને કારણે બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાય સમયથી લાઈમલાઈટમાં આવી રહ્યું છે. દરેક જણ ઈચ્છે છે કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે બધું પહેલાં જેવું હતું એવું જ થઈ જાય પણ આખરે કઈ રીતે? એ એક સવાલ છે. આજે અમે અહીં પાંચ એવા વ્યક્તિઓની માહિતી લઈને આવ્યા છીએ કે જેઓ ઐશ્વર્યા-અભિષેકના લગ્નજીવનને બચાવી શકે એમ છે.

ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન બોલીવૂડના પરફેક્ટ કપલમાંથી એક છે અને અંબાણી પરિવારમાં ઐશ્વર્યાએ બચ્ચન પરિવારથી અલગ લીધેલી એન્ટ્રીને કારણે તો આ અણબનાવ ઉડીને આંખે વળી રહ્યો છે. પોતાના મનગમતા કપલ વચ્ચેના અણબનાવના સમાચારથી ફેન્સ ખૂબ જ દુઃખી છે, પણ આ બધા વચ્ચે કેટલાક એવા લોકો પણ છે કે જો તેઓ ઈચ્છે તો ઐશ્વર્યા અને અભિષેકના તૂટી રહેલાં સંબંધને બચાવી શકે છે. આવો જોઈએ કોણ છે આ લોકો-

શાહરૂખ ખાનઃ
આ યાદીમાં સૌથી પહેલાં નામ આવે બોલીવૂડના કિંગખાન શાહરૂખ ખાન (Kingkhan Shahrukh Khan)નું. શાહરૂખ ખાન માત્ર ઐશ્વર્યાનો જ નહીં પણ અભિષેક બચ્ચનનો પણ સારો મિત્ર છે. જો શાહરૂખ ખાન ઈચ્છે તો બંને વચ્ચેનો આ ઝઘડો સોલ્વ તકરી શકે એમ છે.

દીપિકા પદુકોણઃ
શાહરુખ ખાન બાદ બાદ આ યાદીમાં નામ આવે છે દીપિકા પદુકોણ (Deepika Padukone)નું. દીપિકા પદુકોણ અને ઐશ્વર્યા એકબીજાને ખૂબ જ પસંદ કરે છે અને બંનેનો સંબંધ ખૂબ જ ખાસ છે. ઐશ્વર્યા-અભિષેક બંને સાથે દીપિકા કામ કરી ચૂક્યા છે. જો દીપિકા ઈચ્છે તો બંને સાથે વાત કરીને આ મડાગાંઠ ઉકેલી શકવા સક્ષમ છે.

અમિતાભ બચ્ચનઃ
બચ્ચન પરિવારના હેડ ઓફ ધ ફેમિલી કહેવાતા અમિતાભ બચ્ચન પણ પોતાના વિખેરાઈ રહેલાં પરિવારને તૂટતું બચાવી શકે છે. આ માટે તેમણે ખુદ બેસીને પોતાના દીકરા અને વહુ સાથે વાત કરવી પડશે. બચ્ચન પરિવાર આ ખૂબ જ જરૂરી પણ છે.

જયા બચ્ચનઃ
જયા બચ્ચન પણ પોતાના દીકરા અભિષેક બચ્ચનનો પરિવાર તૂટતો બચાવી શકે એમ છે. જયા બચ્ચન પણ આ પરિવારના મુખિયા છે અને તેમણે પણ બેસીને ઐશ્વર્યા સાથે પોતાના સંબંધોને સુધારવાની જરૂર છે.

આ પણ વાંચો : મોડી રાતે Abhishek Bachchan કોની સાથે દેખાયો? લોકોએ પૂછ્યું Aaradhyaને ભૂલી ગયા કે?

શ્વેતા બચ્ચન નંદાઃ
બચ્ચન પરિવારની દીકરી શ્વેતા બચ્ચન નંદા સંબંધમાં ઐશ્વર્યાની નણંદ થાય છે. બચ્ચન પરિવારમાં શ્વેતાનો દબદબો છે અને જો શ્વેતા ઈચ્છે તો પોતાના ભાઈ-ભાભી સાથે વાત કરીને આ સમસ્યાનો નિરાકરણ લાવી શકે છે અને બચ્ચન પરિવારને તૂટતો બચાવી શકે એમ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…