મનોરંજન

ટીવી સિરિયલની આ અભિનેત્રીને બિકિની બેબ કહેશો કે નહીં

ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી દિવ્યાંગના તેના બોલ્ડ લૂકને લઈને ચર્ચામાં છે. ટીવી સિરિયલ ગંગાથી જાણીતી દિવ્યાંગના જૈન અભિનય કરવાની સાથે ડાન્સમાં પણ માહેર છે, મોડલિંગ સહિત ટીવી સિરિયલમાં જાણીતી બનેલી દિવ્યાંગના તેના ટ્રેડિશનલ જ નહીં, પરંતુ બોલ્ડ લૂકને લઈ સોશિયલ મીડિયા પર વિશેષ છવાયેલી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેતી દિવ્યાંગના પર્સનલ વીડિયો શેર કરતી હોવાથી તેની ફેન એન ફોલોઈંગની સંખ્યામાં વધારો થયો છે.

2015માં ટેલિવિઝનની જાણીતી સિરિયલ એક રિશ્તા ઐસા ભીથી શરુઆત કરી હતી. એ સિરિયલમાં રતિ શર્માના રોલમાં જોવા મળી હતી. અભિનય સિવાય ડાન્સિંગ અને મોડલિંગમાં પણ પ્રવીણ છે. દિવ્યાંગા જૈને અનેક શો કર્યા છે, જેમાં સતરંગી સસુરાલ, ઉડતી કા નામ રજ્જો, અલાદ્દીનઃ નામ તો સુના હોગા, ગંગા અને સ્વરણ ઘર વગેરેના નામનો સમાવેશ થાય છે.
સંતરંગી સસુરાલ, દેવ 2 અને રિપોર્ટર્સ જેવી ટીવી સિરિયલોમાં જોવા મળી હતી. તે 2019માં સોની સબની ટીવી સિરિયલ અલાદ્દીન – નામ તો સુના હોગામાં જોવા મળી હતી, જેમાં તેની ભૂમિકાની લોકોએ વિશેષ નોંધ લીધી હતી.

દિવ્યાંગના ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતની મોટી ચાહક છે, જ્યારે તેના માટે કહી ચૂકી છે કે જો મને તક મળી તો કંગના માટે જમવાનું ચોક્કસ બનાવીશ. વાસ્તવમાં દિવ્યાંગનાને કૂકિંગનો પણ શોખ ધરાવે છે. અંગત વાત જણાવીએ તો અડધી રાતે ભૂખ લાગે ત્યારે ડ્રાય ફ્રૂટ ખાવાનું પણ ચૂકતી નથી, એવું તેને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

દિવ્યાંગના જૈનના ઇન્સ્ટાગ્રામ પર 107k ફોલોઅર્સ છે, જ્યારે તેની વ્યક્તિગત ઓળખ માટે ઈન્સ્ટાગ્રામમાં લખ્યું છે તે પોતે એક અભિનેત્રી હોવા ઉપરાંત, ટ્રાવેલર પણ માને છે. મૂળ ઉત્તર પ્રદેશના આગ્રાની રહેવાસી છે. દિવ્યાંગના જૈન ભલે નાના પડદા પર સામાન્ય દેશી પાત્રોમાં જોવા મળી હોય, પરંતુ વાસ્તવિક જીવનમાં તે બિકિની બેબ પણ કહેવામાં ખોટું નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button