રિયાલિટી ટીવી શો બાદ આ ક્યુટ કપલ એન્જોય કરી રહ્યું છે વેકેશન, ફોટો થયા વાઈરલ…

કુકિંગ રિયાલિટી ટીવી શો સેલિબ્રિટી માસ્ટરશેફ કરનારી ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ હાલમાં પોતાના બોયફ્રેન્ડ કરણ કુંદ્રા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે અને તેણે ખુદ એની ઝલક ફેન્સ સાથે શેર કરી છે. કરણ અને તેજસ્વી ટીવી ઈન્ડસ્ટ્રીનું ખૂબ જ લોકપ્રિય કપલ છે. તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રાના લગ્નની પણ ફેન્સ ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ચાલો જોઈએ એક્ટ્રેસ ક્યાં વેકેશન માણી રહી છે-
સેલિબ્રિટી માસ્ટર શેફ પૂરું થઈ ગયું છે અને હવે એક્ટ્રેસ પોતાના બોયફ્રેન્ડ કરણ કુંદ્રા સાથે વેકેશન મનાવી રહી છે. એક્ટ્રેસે ખુદ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના વેકેશનના ફોટો શેર કર્યા છે. તેજસ્વીના ફોટો જોઈને ફેન્સની ખુશીનો કોઈ પાર રહ્યો નથી.
તેજસ્વીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાહ્રામ એકાઉન્ટ પર શેર કરેલાં ફોટોમાં ક્યારેક બોયફ્રેન્ડ કરણ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે તો ક્યારેક કેમેરા સામે એકલી પોઝ કરી રહી છે. તેજસ્વીએ શેર કરેલાં એક ફોટોમાં બંને જણ સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે.
તેજસ્વીએ આ સમયે રેડ કલરનો ઓફ શોલ્ડર આઉટફિટ પહેર્યો છે અને એમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સિવાય તેજાએ શેર કરેલાં એક ફોટોમાં કરણ કુંદ્રા પોતાની લેડી લવના ખભા પર શાંતિથી માથુ નાખીને સુતેલો જોવા મળી રહ્યો છે તો એક ફોટોમાં તેજસ્વી સનસેટ સામે પોઝ આપતી જોવા મળી છે. સૂરજની રોશની તેજસ્વીની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે.
ફેન્સ તેજસ્વીની આ પોસ્ટ પર લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે અને બંને જણ સાથે સુંદર લાગી રહ્યા છે એવું જણાવી રહ્યા છે. જોકે, તેજસ્વી અને કરણ ક્યાં વેકેશન મનાવી રહ્યા છે એ ડેસ્ટિનેશન વિશે કોઈ ખુલાસો હજી સુધી કરવામાં આવ્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે જેમાં તેઓ આ જ વર્ષે લગ્ન કરશે એવું જણાવવામાં આવ્યું હતું. એક્ટ્રેસની માતાએ ખુદ રિયાલિટી ટીવી શો પર કર્યો હતો. તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રાના પ્રેમની શરૂઆત સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસમાં થઈ હતી અને ત્યારથી બંને જણ એકબીજાને ડેટ કરી રહ્યા છે.