લગ્ન પહેલા ‘Ex’ ને મળવા ગયેલી દુલ્હનનો વીડિયો નીકળ્યો ફેક! યુવતીએ જાતે કર્યો મોટો ખુલાસો; કહ્યું- “મારી મંજૂરી વિના જ…”

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ કંઈ જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. થોડાક દિવસ પહેલાં આવો જ એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં લગ્નના થોડાક સમય પહેલાં જ એક યુવતી બ્રાઈડલ આઉટફિટમાં પોતાના એક્સને મળવા માટે પહોંચે છે. આ વીડિયો વાઈરલ થયા બાદ નેટિઝન્સની પ્રતિક્રિયાઓ વાઈરલ થઈ હતી. હવે વીડિયોમાં જોવા મળેલી યુવતીએ આ વીડિયો બાબતે સ્પષ્ટતા કરી હતી. યુવતીએ આ વિશે કરેલો ખુલાસો સાંભળીને તમેરી આંખો પણ પહોળી થઈ જશે.
સોશિયલ મીડિયા પર બ્રાઈડ અને તેના એક્સની મુલાકાતનો વીડિયો વાઈરલ થતાં 19મી ડિસેમ્બરના પહેલી વખત શ્રુતિ નામની યુવતીએ એક બીજો વીડિયો શેર કરીને લોકો સમક્ષ પોતાની વાત મૂકી છે. યુવતીના જણાવ્યા અનુસાર વાઈરલ થઈ રહેલી ક્લિપ રિયલ નહીં પણ સ્ક્રિપ્ટેડ હતી એવી સ્પષ્ટતા કરી છે. એટલું જ નહીં યુવતીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે આ વીડિયો તેની મંજૂરી વિના અપલોડ કરવામાં આવ્યો હતો.
શ્રુતિ નામની આ યુવતીએ સોશિયલ મીડિયા પર શેર કરેલાં વીડિયોમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે મને આશા હતી કે કન્ટેન્ટ ક્રિયેટર આરવ માવી આ વીડિયોને ખૂબ જ જવાબદારીપૂર્વક અને સ્પષ્ટતા, ટેગિંગ અને સલાહ-સૂચન સાથે શેર કરે છે. પરંતુ આ વીડિયો મારી મંજૂરી વિના જ અને એવી સ્પષ્ટતા કર્યા વિના કે આ વીડિયો કાલ્પનિક છે સીધો જ અપલોડ કરી દીધો.
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થયા બાદ લોકો જાત જાતની વાતો કરી રહ્યા છે. એટલું જ નહીં લોકોએ તો શ્રુતિને નિશાનો પણ બનાવતા તેના કેરેક્ટર પર સવાલો કર્યા હતા. કેટલાક લોકો મળી થનારા વરરાજા માટે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. કેટલાક યુઝર્સે તો આ મામલામાં વિના કારણ શ્રુતિના મા-બાપને સાંકળી લીધા હતા.
સોશિયલ મીડિયા પર જેવું શ્રુતિએ લોકો સામે પોતાની વાત મૂકી એટલે લોકોએ રિએક્શન આપવાનું શરૂ કરી દીધું. એક યુઝરે તેના આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે સારું થયું તે સ્પષ્ટતા કરી દીધી, નહીં તો તું મુશ્કેલીમાં મૂકાઈ જાત. બીજા એક યુઝરે લખ્યું કે અમને તો પહેલાંથી જ ખબર હતી કે આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે છોકરી એક્ટિંગમાં નવી નવી છે અને એટલે તેની એક્ટિંગ જોઈને ખ્યાલ આવી ગયો હતો. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો.



