બોલિવૂડ કલાકારોની ‘All EYES ON RAFAH’પોસ્ટ બાદ ટ્રેન્ડ થવા લાગ્યું ‘BOYCOTT BOLLYWOOD’

જ્યારે પણ બોલિવૂડ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર કંઈક શેર કરે છે, ત્યારે તે ઝડપથી વાયરલ થઈ જાય છે. પરંતુ હાલમાં જ કંઈક એવું બન્યું જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો. બોલિવૂડની ઘણી હસ્તીઓએ ‘ઓલ આઈઝ ઓન રફાહ’ પોસ્ટર શેર કર્યું હતું અને આ પછી ટ્વિટર પર ‘BOYCOTT BOLLYWOOD’ ટ્રેન્ડ થવા લાગ્યું.
રવિવારના રોજ, ઇઝરાયેલી સેનાએ રફાહમાં વિસ્થાપિત થયેલા પેલેસ્ટિનિયનોના કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં 45 લોકો માર્યા ગયા હતા. આ પછી, ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે વિશ્વભરમાંથી અપીલો આવવા લાગી હતી અને તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરવામાં આવી હતી.
આ સમયે ‘ઓલ આઇઝ ઓન રફાહ’ પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થવા માંડ્યું હતું. ઘણા બોલિવૂડ સ્ટાર્સે આ પોસ્ટરને પોતાના સોશિયલ મી઼ડિયા પર શેર કર્યું હતું અને પોતાની પ્રતિક્રિયા દર્શાવી હતી. આલિયા ભટ્ટ, કરીના કપૂર, રિચા ચઢ્ઢા, માધુરી દિક્ષીત, પ્રિયંકા ચોપરા, સોનમ કપૂર, મલાઈક અરોરા, તૃપ્તિ ડિમરી, સોનાક્ષી સિન્હા, ભૂમિ પેડનેકર, રશ્મિકા મંદન્ના, સ્વરા ભાસ્કર, ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી સહિત અનેક સેલિબ્રિટીઓએ ‘ઓલ આઈઝ ઓન રફાહ’નું પોસ્ટર શેર કર્યું હતું. ક્રિકેટર રોહિત શર્માની પત્ની રિતીકાએ પણ આ પોસ્ટર શેર કર્યું હતું, જોકે બાદમાં વિવાદ થતાં પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.
Read More: ‘હાય ગરમી’ ગર્લને નથી પડતો ગરમીથી ફરક, કરે છે આવું હેવી વર્ક આઉટ
ભારતમાં ઇઝરાયેલની એમ્બેસીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. દૂતાવાસે કહ્યું હતું કે આવી પોસ્ટ કરનારાઓને હમાસ દ્વારા રાખવામાં આવેલા ઈઝરાયલી બંધકો દેખાતા નથી. તેણે એક પોસ્ટમાં લખ્યું, “તમારી આંખો 125 ઇઝરાયલી પુરૂષો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને જોઈ શકતી નથી જેમને હમાસ દ્વારા બંદી બનાવવામાં આવ્યા છે અને જેના કારણે આ સંઘર્ષ શરૂ થયો હતો.
આ ટ્રેન્ડના સમર્થનમાં પોસ્ટ કરનારાઓ લખી રહ્યા છે કે તેમને હમાસની હિંસા કેમ દેખાતી નથી. આ પોસ્ટ્સ પછી ટ્વિટર પર ‘બોયકોટ બોલિવૂડ’ ટ્રેન્ડ થવા લાગ્યું છે.. ઘણા લોકોએ બોલિવૂડ સ્ટાર્સની ટીકા કરવાનું શરૂ કરી દીધું કે તેઓ એકતરફી દૃષ્ટિકોણ રજૂ કરી રહ્યા છે અને તેમને સમગ્ર મામલાની જાણ નથી. આ ટ્રેન્ડે બોલિવૂડ અને સોશિયલ મીડિયામાં ભારે હલચલ મચાવી દીધી હતી.
અભિનેતા રણવીર શૌરીએ એક પોસ્ટ કરીને બોલિવૂડના આવા સ્ટાન્ડર્ડ પર સવાલ ઉઠાવ્યો હતો કે, દુઃખ થાય છે કે ઓલ આઇઝ ઓન રફાહને ટ્રેન્ડિંગ કરનારાઓ ઇઝરાયેલમાં બંધકની સ્થિતિ વિશે મૌન છે.
Read More: PoKમાં થતા માનવાધિકાર ઉલ્લંઘન પર પહેલા ધ્યાન આપો: Elvish Yadav કોના પર ભડક્યો?
રફાહ એ ગાઝા પટ્ટી અને ઇજિપ્ત વચ્ચેનો એકમાત્ર રસ્તો છે. તે 2005 માં પેલેસ્ટિનિયન ઓથોરિટીને સોંપવામાં આવ્યું હતું.
રફાહ એ છે જ્યાં રફાહ બોર્ડર ક્રોસિંગ બેસે છે, ગાઝા પટ્ટી અને ઇજિપ્ત વચ્ચેનો એકમાત્ર રસ્તો. એકવાર ઇઝરાયેલી દળો દ્વારા ચલાવવામાં આવ્યું હતું, તે 2005 માં પેલેસ્ટિનિયન ઓથોરિટીને સોંપવામાં આવ્યું હતું. યુરોપિયન યુનિયનએ 2005 માં તેની દેખરેખ કરવાનું શરૂ કર્યું. 2006માં, પેલેસ્ટિનિયન ઓથોરિટીના રક્ષકોએ તેની સાઇડ પર આવતા વિસ્તારનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું. 2005 માં ઇઝરાયેલ સાથે થયેલા કરાર બાદ ઇજિપ્તના 750 બોર્ડર ગાર્ડ્સ તેમની બાજુનો હવાલો સંભાળે છે.