મનોરંજન

નવા વર્ષે પણ પુષ્પા-2 ધ રૂલનું રાજઃ આટલી કમાણી કરી, જાણો મુસાફાએ કેટલી કમાણી કરી

અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ પછી ‘મુફાસાઃ ધ લાયન કિંગ’ 20 ડિસેમ્બરના રોજ અને ‘બેબી જોન’ 25 ડિસેમ્બરે ક્રિસમસના અવસર પર રિલીઝ થઈ હતી, પરંતુ 27 દિવસ પછી પણ ‘પુષ્પા 2’નો જાદુ દર્શકો પર બરકરાર જોવા મળી રહ્યો છે અને ‘મુફાસા’ પણ ભારતીય દર્શકોને થિયેટરોમાં આકર્ષવામાં સફળ થઈ રહી છે. જોકે, ‘બેબી જોન’ ટિકિટ બારી પર હાંફી ગઇ છે.

વરુણ ધવન અભિનીત આ ફિલ્મ પહેલા જ દિવસે ફ્લોપ થઇ ગઈ હતી. તે દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવી શકી નથી. કીર્તિ સુરેશે આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. જો કે, તેનું ડેબ્યુ દર્શકોને પ્રભાવિત કરી શક્યું નથી. પહેલા દિવસે આ ફિલ્મે 11.25 કરોડ રૂપિયાની સાવ સાધારણ કમાણી કરી હતી અને ત્યાર બાદ તેનો કલેક્શન ગ્રાફ સતત નીચો જ ગયો છે. આઠમા દિવસે આ ફિલ્મે 2 કરોડ 75 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન હવે 35.4 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

આ પણ વાંચો…બૉલીવુડ સ્ટાર્સે આ રીતે કર્યું નવા વર્ષનું સ્વાગત, વાઈરલ તસવીરો જોઈ લો!

‘પુષ્પા 2 ધ રૂલ’ની વાત કરીએ તો તેની સફળતા આકાશને આંબી ગઇ છે. ફિલ્મની સફળ કમાણીનો દોર હજુ ચાલુ જ છે. નવા વર્ષના અવસરે ફિલ્મની કમાણીમાં જબ્બર ઉછાળો જોવા મળ્યો છે. 28માં દિવસે ફિલ્મે 13.15 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મનું કલેક્શન 1184.65 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ ફિલ્મ ટૂંક સમયમાં ભારતમાં 1200 કરોડના ક્લબમાં પ્રવેશવા જઈ રહી છે.

હોલીવુડની ફિલ્મ ‘મુફાસા ધ લાયન કિંગ’ પારિવારિક દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. ભારતમાં આ ફિલ્મ સારો બિઝનેસ કરી રહી છે. નવા વર્ષે આ ફિલ્મની કમાણીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને ફિલ્મે 9 કરોડ 40 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ સાથે જ ભારતમાં ફિલ્મની કુલ કમાણી 122.1 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button