મનોરંજન

Box Office: The Sabarmati Report અને Kanguvaનો જાદુ ચાલ્યો કે નહીં?

મુંબઈ: ગત શુક્રવારે વિક્રાંત મેસીની ફિલ્મ The Sabarmati Report’ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી, પરંતુ આ ફિલ્મ પહેલા દિવસે બોક્સ ઓફીસ પર કંઈ ખાસ કરી શકી ન (The Sabarmati report collection) હતી. જો કે શનિવારે ફિલ્મની કમાણીમાં થોડો વધારો નોંધાયો હતો, પરંતુ તે ગયા વર્ષે વિક્રાંતની હિટ ’12મી ફેલ’ કરતાં આ ફિલ્મ ઘણી ઓછી કમાણી કરી છે. બીજી તરફ, સુરૈયાની ‘કંગુવા’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે અને રિલીઝના ત્રીજા દિવસે કમાણીમાં ઉછાળો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: ચાર ચાર ફિલ્મો છતાં પણ આ કોની યાદ સતાવી Ayushman khurana ને?

‘સાબરમતી રિપોર્ટ’એ શુક્રવારે રૂ.1.25 કરોડની કમાણી કરી હતી, જયારે શનિવારે રૂ.2 કરોડની કમાણી કરી હતી. ગયા વર્ષે સુપરહિટ રહેલી વિધુ વિનોદ ચોપરાની ’12th ફેલ’એ પ્રથમ દિવસે 1.1 કરોડની કમાણી કરી હતી. જો કે, બીજા દિવસે ફિલ્મની કમાણીએ ગતી પકડી હતી, ’12th ફેલ’એ બોક્સ ઓફિસ પર 56.38 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ પણ વાંચો: કેન્વાસ: હિન્દી ફિલ્મો ભારતીય સંસ્કૃતિનો ભાગ છે તો એને તકલાદી ન થવા દો!

ધીરજ સરનાની ‘સાબરમતી રિપોર્ટ’ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસને સળગાવવાની વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે. બીજી તરફ, ‘કંગુવા’નો દિગ્દર્શક શિવા છે અને ભારતમાં તેની રિલીઝના ત્રીજા દિવસે તેની કમાણીમાં થોડો વધારો જોવા મળ્યો છે. અહેવાલ મુજબ ‘કંગુવા’એ અત્યાર સુધીમાં 42 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ‘કંગુવા’ તાજેતરના ઇતિહાસમાં સૌથી મોંઘી તમિલ ફિલ્મોમાંની એક છે.

‘કંગુવા’નું બોક્સ ઓફિસ કલેક્શન:

ફિલ્મે પહેલા દિવસે 24 કરોડની કમાણી કરી હતી પરંતુ બીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો હતો. 9.25 કરોડની કમાણી કરી હતી. પ્રારંભિક અંદાજ મુજબ, ત્રીજા દિવસે ફિલ્મની કમાણીમાં થોડો વધારો જોવા મળ્યો હતો અને તેણે ભારતમાં 9.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અત્યાર સુધીમાં તેણે 42.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ભારત ઉપરાંત અનેક દેશોમાં શૂટ કરાયેલી આ ફિલ્મનું અંદાજિત બજેટ રૂ. 350 કરોડથી વધુ છે. આ ફિલ્મમાં દિશા પટણી, બોબી દેઓલ, નટરાજન સુબ્રમણ્યમ, જગપતિ બાબુ અને યોગી બાબુ પણ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button