બે દિવસમાં સો કરોડના ક્લબમાં સામેલ થયા બાદ કુલી કરતા વૉર-2 આગળ નીકળી જશે?

અહાન પાંડે અને અનિત પડ્ડાએ બોલીવૂડ અને થિયેટરમાલિકોને કરોડોની કમાણીથી નવડાવી દીધા હતા ત્યાં હવે રીતિક રોશન અને જૂનિયર એનટીઆર તેમ જ રજનીકાંતની ફિલ્મોએ પણ બે દિવસમાં જ 100 કરોડના ક્લબમાં એન્ટ્રી લઈ લેતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુશીનો માહોલ છે.
રજનીકાંત સાથે આમિર ખાન અને નાગાર્જૂનની ફિલ્મ કુલીએ એડવાન્સ બુકિંગમાં જ ધમાકો કરી નાખ્યો હતો. હવે બે દિવસના કલેક્શનની વાત કરીએ તો કુલીએ રૂ. 118 કરોડની કમાણી કરી લીધી છે. તો બીજી બાજુ વૉર-2 પણ પાછળ નથી. વૉર-2એ બે દિવસમાં રૂ. 108 કરોડ કલેક્ટ કરી લીધા છે. જોકે વૉર-2 બીજા દિવસે કુલી કરતા આગળ નીકળી ગઈ છે.
બન્ને ફિલ્મો 14મી ઑગસ્ટ ગુરુવારે થિયેટરમાં આવી હતી. બીજા દિવસે એટલે કે શુક્રવારે વૉર-2એ 56.35 કરોડનું કલેક્શન કર્યું છે જ્યારે કુલીએ 53.50 કરોડનું કલેક્શન કર્યું છે.
પહેલા દિવસે, ‘વોર 2’ એ હિન્દીમાં 29 કરોડ રૂપિયા અને તેલુગુમાં 22.75 કરોડ રૂપિયાની કમાણી કરી, જે કુલ 52 કરોડ રૂપિયા થઈ ગઈ. બીજા દિવસે, હિન્દીમાં 44 કરોડ રૂપિયા અને તેલુગુમાં 12 કરોડ રૂપિયાની કમાણી કરી.
બન્ને ફિલ્મોના સ્ટારકાસ્ટનો પોતાનો ચાહકવર્ગ છે અને ફિલ્મની સ્ટોરી અને એક્શન્સ દર્શકોને ગમી રહ્યા છે. રજાઓના માહોલમાં જે એન્ટરટેઈનમેન્ટનો ડોઝ લોકોને જોઈતો હોય તે મળી ગયો છે. હજુ શનિ અને રવિવારની રજાઓમાં ફિલ્મ રોકડી કરી લેશે. ત્યારબાદ વિક ડેઝમાં કેવું પર્ફોમ કરે છે તે જોવાનું રહ્યું.
આપણ વાંચો: વર્ષો પહેલાના વીડિયોથી મૃણાલ પરેશાનઃ બિપાશાની બૉડી શેમ મામલે કરવી પડી સ્પષ્ટતા