બોક્સ ઓફિસ કલેક્શનઃ કુલી અને વૉર-2 બન્નેને રજાઓનો મળશે ફાયદો

રજનીકાંત અને રીતિક રોશન-જૂનિયર એનટીઆરની ફિલ્મોએ ગુરુવારે જ થિયેટરોમાં એન્ટ્રી લઈ લીધી હતી. બન્ને ફિલ્મોએ એડવાન્સ બુકિંગમાં પણ સારી કમાણી કરી હતી ત્યારે હવે બોક્સ ઓફિસ કલેક્શન પણ નિર્માતાઓને ખુશ કરી દે તેવા થયા છે. હજુ તો શુક્ર, શનિ, રવિ એમ ત્રણ દિવસ સળંગ રજાઓ છે. આ રજાઓમાં એક મોટો વર્ગ ભલે ફરવા નીકળી ગયો હોય, પણ છતાં લાખો ક્યાંય જઈ શક્યા નહીં હોય તેઓ ચોક્કસ ફિલ્મો જોવા આવશે. બન્ન ફિલ્મોનો રિવ્યુ પણ ઠીકઠાક આવ્યો છે, પરંતુ એન્ટરટેઈનર હોવાથી લોકોને જોવી ગમશે, આથી સિનેમાજગત માટે આ અઠવાડિયું સારું જવાનું છે, તે નક્કી છે.
પહેલા દિવસના કલેક્શનની વાત કરીએ તો Hrithik Roshan અને Jr NTRની War 2 બોક્સ ઓફિસ પર 53 કરોડ કલેક્ટ કરી ચૂકી છે. જ્યારે 74 વર્ષીય Rajinikanthની Coolie 65 કરોડ કમાઈ ગઈ છે. માત્ર પહેલા દિવસમાં જ ભારતમાં બન્ને ફિલ્મોએ આટલું કલેક્શન કર્યું છે.
આજની વાત કરીએ તો અત્યાર સુધી મળેલા આંકડા અનુસાર કુલીએ રૂ. 3 કરોડ કલેક્ટ કર્યા છે અને વૉર-2એ રૂ. 1.7 કરોડ કલેક્ટ કર્યા છે.
કુલીએ એડવાન્સ બુકિંગમાં જ રૂ. 27 કરોડનું કલેક્શન તો કરી નાખ્યું હતું. જ્યારે રીતિક રોશની ફિલ્મ તેનાથી પાછળ રહી હતી. એડવાન્સ બુકિંગમાં જ ફિલ્મએ રૂ. 9 કરોડની કમાણી કરી હતી.
આપણ વાંચો: શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ પ્રેમાનંદ મહારાજને કિડની ઓફર કરી?