સન ઓફ સરદાર અને ધડકની સિકવલ્સ સૈયારા સામે ધરાશાયીઃ જાણો બોક્સ ઓફિસ કલેક્શન

ફિલ્મ માત્ર તેના સ્ટારકાસ્ટને લીધે નથી ચાલતી ઘણી બાબતો છે જે દર્શકોને થિયેટરો સુધી ખેંચી લાવે છે. 1લી ઑગસ્ટે મલ્ટિસ્ટારર સન ઓફ સરદાર-2 અને લવસ્ટોરી ધડક-2 રિલિઝ થઈ, પણ બે નવા નિશાળિયા અહાન પાંડે અને અનીત પડ્ડાની ફિલ્મ સૈયારા સામે ટકી ન શકી. સૈયારા 18 જુલાઈએ રિલિઝ થઈ છે અને હજુ થિયેટરોમાં સક્સેસફુલી ચાલી રહી છે.

રિપોર્ટ્સનું માનીએ તો સૈયારા ત્રીજા શનિવારે પણ 6.35 કરોડનું કલેક્શન કરી શકી છે. તેના પહેલા એટલે કે શુક્રવારે ફિલ્મે 4.5 કરોડનું કલેક્શન કર્યું હતું, જે રિલિઝના 15મા દિવસનું કલેક્શન હતું જેથી સારું જ કહી શકાય. સૈયારાનું ઈન્ડિયાનું કલેક્શન રૂ. 291.35 કરોડ નોંધાયું છે. 16માં દિસની વાત કરીએ તો સૈયારાએ પુષ્પા-2 ધ રાઈઝને પાછળ છોડી છે. પુષ્પાએ 16માં દિવસે રૂ. 6.1 કરોડનું કલેક્શન કર્યું હતું.

જ્યારે સિદ્ધાંત ચતુર્વવેદી અને તૃપ્તિ ડિમરીની ધડક-2ની વાત કરીએ તો પહેલા દિવસે રૂ. 3.5 કરોડ સાથે ઑપનિંગ કર્યું હતું અને બીજા દિવસે રૂ. 7 કરોડનું કલેક્શન કર્યું છે. તો બીજી બાજુ અજય દેવગન, મૃણાલ ઠાકુર, રવિ કિશન સહિતના ડઝનેક સ્ટાર્સની સન ઓફ સરદારે પહેલા દિવસે 7.25 કરોડ અને બીજા દિવસે પણ રૂ. 7 કરોડ આસપાસ જ કલેક્શન કર્યું છે.

આ પણ વાંચો…સૈયારાના આ અભિનેતાએ અભિનય છોડી કરી હતી ખેતી, માથે થઈ ગયું કરોડોનું દેવું પણ…