મનોરંજન

Box Office collection: ગેમ ચેન્જર અને ફતેહ બન્ને લાંબુ નહીં ચાલે, જાણો કેટલી કરી કમાણી

એક વર્ષ કે ત્રણ વર્ષની મહેનત હોય કે તેનાથી વધારે, પણ શુક્રવારે ફિલ્મ રિલિઝ થાય એટલે ત્રણ દિવસમાં તેનો ફેંસલો થઈ જાય અને ખબર પડી જાય કે મહિનાઓ વર્ષોની મહેનત લેખે લાગી કે મહેનત અને પૈસા ગયા પાણીમાં. આ શુક્રવારે પણ બે ફિલ્મો રિલિઝ થઈ, પણ ફિલ્મના રિવ્યુ અને પહેલા દિવસના કલેક્શન જોતા લાગી રહ્યું છે કે બોક્સ ઓફિસ પર લાંબી કમાણી નહીં કરે.

પહેલા વાત કરીએ સોનુ સૂદની ફતેહની તો આ એક્શનપેક ફિલ્મ સોનુની ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ છે. સોનુ સૂદ (sonu sood) લગભગ બે વર્ષ પછી ફતેહ (fateh)થી સ્ક્રીન પર ફરી દેખાયો છે. વર્ષ 2022માં આવેલી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં સોનુની સાથે એક્ટર અક્ષય કુમાર પણ લીડ રોલમાં હતો. . ત્યારે સોનુ દ્વારા નિર્દેશિત ફતેહ શુક્રવારે 10 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવી છે.

પ્રથમ દિવસે ફતેહની કેવી સ્થિતિ હતી ?
ઓપનિંગ ડે પર સોનુએ પોતાના ફેન્સને એક ખાસ ભેટ આપી હતી. તેણે પોતાની ફિલ્મ ફતેહની ટિકિટ 99 રૂપિયા રાખી હતી. જેનો ફાયદો પણ ફિલ્મને થયો. હવે ફતેહના શુક્રવારના આંકડા બહાર આવ્યા છે. તે મુજબ, સોનુની ફતેહ એ પહેલા દિવસે એટલે કે શુક્રવારે બોક્સ ઓફિસ (box office) પર 2.45 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ફિલ્મના રિવ્યુ જોઈએ તેટલા સારા નથી અને આ વીક એન્ડ બાદ તે કેટલી ચાલશે તે કહેવું મુશ્કેલ છે.

સોનુ સૂદ અને રામ ચરણની ટક્કર
શુક્રવારે જ ફતેહની સાથે સાઉથના સુપરસ્ટાર રામ ચરણની (ram charan) ફિલ્મ ગેમ ચેન્જરે (game changer) પણ રિલિઝ થઈ છે. પ્રથમ દિવસના આંકડા મુજબ રામ ચરણની ગેમ ચેન્જરએ પ્રથમ દિવસે રૂ. 51.25 કરોડની કમાણી કરી છે, જેમાં તેલુગુમાં રૂ. 42 કરોડ, તમિલમાં રૂ. 2.1 કરોડ, હિન્દીમાં રૂ. 7 કરોડ અને કન્નડમાં રૂ. 1 લાખનો સમાવેશ થાય છે. જ્યારે મલયાલમમાં 5 લાખની કમાણી કરી છે.

આ પણ વાંચો…બજેટ કરતાં વધારે કમાણી કરનારી આ Horror Film જોઈને તમારા પણ પસીના છૂટી જશે…

રામચરણનું ફેન ફોલોઈંગ જોતા ફિલ્મ સરેરાશ સારી કમાણી કરશે, પરંતુ બોક્સ ઓફિસ પર ખાસ કોઈ જાદુ બતાવી શકશે તેમ જણાતું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button