પહેલી નવેમ્બરે બોક્સ ઓફિસ પર ટકરાશે Ajay Devgan અને Kartik Aryan…
બોલીવૂડ એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભૂલૈયા-3ના નિર્માતા ભૂષણ કુમારે ગુરુવારે ફિલ્મની રિલીઝ ડેટ વિશે ખુલાસો કર્યો છે. વચ્ચે એવા અહેવાલો આવી રહ્યા હતા કે બે મોટા બજેટની ફિલ્મના ક્લેશને ટાળવા માટે ભુષણ કુમારે રોહિત શેટ્ટી અને અજય દેવગણ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન ભૂષણ કુમારે વિક્કી વિદ્યા કા વો વાલા વાઈરલ વીડિયોના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં ખુલાસો કરતાં ભૂલ ભૂલૈયા-3ની રિલીઝ ડેટ પરથી પડદો ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો : અજય દેવગને કશ્મીરમાં કોને કહ્યું થેંક્યું, જૂઓ વાયરલ વીડિયો
હવે પહેલી નવેમ્બરના ભૂલ ભૂલૈયા-3 રિલીઝ થઈ રહી છે. દિવાળી પર થિયેટરમાં આ ધમાકેદાર ફિલ્મ આવી રહી છે અને રીલિઝ ડેટ બદલવાની કોઈ યોજના નથી. આ ફિલ્મમાં કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલન જોવા મળશે. આ જ દિવસે અજય દેવગણની ફિલ્મ સિંઘમ અગેન પણ રીલિઝ થઈ રહી છે એટલે બોક્સ ઓફિસ પર આ બંને ફિલ્મ ટકરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂલ ભૂલૈયા-3 હિટ ફ્રેન્ચાઈઝીની સિક્વલ છે.
વાત કરીએ સિંઘમ અગેનની તો આ ફિલ્મ સિઁઘમ સિરીઝની ત્રીજી ફિલ્મ છે, જેની શરૂઆત 2011થી થઈ હતી. 2014માં ફિલ્મ સિંઘમ રિટર્ન્સ આવી હતી. રોહિત શેટ્ટીની આ કોપ સિરીઝની પાંચમી ફિલ્મ છે. સિંઘમ અગેનની સ્ટારકાસ્ટની વાત કરીએ તો રણવીર સિંહ, અક્ષય કુમાર, કરિના કપૂર-ખાન, ટાઈગર શ્રોફ, દીપિકા પદુકોણ, જેકી શ્રોફ અને શ્વેતા તિવારીની સાથે સાથે અર્જુન કપૂર પણ જોવા મળશે, જે વિલનના રોલમાં જોવા મળશે.
ભૂલ ભૂલૈયા-3માં કાર્તિક આર્યનની સાથે તૃપ્તિ ડિમરી પણ જોવા મળશે અને વિદ્યા બાલન ફરી એક વખત મંજુલિકા બનીને દર્શકોને એન્ટરટેઈન કરી છે. જોકે, આ પહેલી વખત થશે કે કાર્તિક આર્યન અને વિદ્યા બાલન કોઈ ફિલ્મમાં સાથે કામ કરતાં જોવા મળશે.