શ્રીદેવીની સંપત્તિ પર કોની નજરઃ પતિ બોની કપૂર કોર્ટમાં ગયા…

બોલીવૂડની પહેલી ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવી આજે પણ ફેન્સના હૃદયમાં જીવંત છે. શ્રીદેવી મૂળ દક્ષિણની અને ચેન્નઈમાં તેનું ઘર પણ છે. શ્રીદેવીના પિતા રાજકારણમાં સક્રિય હતા અને શ્રીદેવીએ પણ ઘણી કમાણી કરી હતી. હવે તેનાં પતિ બોની કપૂર પત્નીની સંપત્તિ માટે કોર્ટમાં ચડ્યા છે.
બોની કપૂરે કોર્ટમાં કેસ કર્યો છે કે તેની પત્ની શ્રીદેવીની સંપત્તિ પર ત્રણ જણ કબ્જો કરીને બેઠા છે. બોની કપૂરના દાવા અનુસાર 1988માં શ્રીદેવીએ આ સંપત્તિ એમ.સી. સંબંદા મુદલિયાર નામના વ્યક્તિ પાસેથી ખરીદી હતી. આ વ્યક્તિના પાંચ સંતાન હતા અને પરિવારે 1960માં જ સંપત્તિ વહેંચી લીધી હતી.
હવે આ માલિકના બીજા દીકરીની બીજી પત્ની આ સંપત્તિ પર પોતાનો હક જમાવે છે. પહેલી પત્નીનું નિધન 1999માં થયું હતું જ્યારે બીજી પત્નીએ દાવો કર્યો હતો કે 1975માં તેમના લગ્ન થયા હતા. આથી પહેલી પત્નીનાં નિધન પહેલાના આ લગ્ન કાયદાકીય નથી, તેવી દલીલ બોની કપૂર તરફથી કોર્ટમાં થઈ છે.
ચેન્નઈ ઈસ્ટ કોસ્ટ રોડ પર આવેલું આ ફાર્મ હાઉસ શ્રીદેવીનો પરિવાર ઉપયોગમાં લેતું હતું. કોર્ટે ચાર અઠવાડિયામા આ મામલાનો અંત આણવાનું મહેસૂલ ખાતાને જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે શ્રીદેવી મુંબઈમાં પણ પૉશ બંગલો ધરાવે છે. મુંબઈના ઓશિવિરા ખાતે શ્રીદેવીનો પરિવાર રહે છે. થોડા સમય અગાઉ પતિ બોની કપૂરે થોડી સંપત્તિ વેચી હોવાના અહેવાલો પણ હતા. અગાઉ રૂપ કી રાની ચોરોં કા રાજા સુપરફ્લોપ જતા બોની કપૂર આર્થિક ભીંસમાં પણ આવ્યા હોવાના અહેવાલો હતા.
આ પણ વાંચો…ફિલ્મમાં નહી, પણ બોની કપૂરના જીવનમાં…શ્રીદેવીનું સ્થાન આ અભિનેત્રી લેશે?