શ્રીદેવી મારી પ્રેરણામૂર્તિ છે, સ્વર્ગસ્થ પત્નીનો આભાર માનતી ભાવનાત્મક પોસ્ટ શsર કરી બોની કપૂરે
પીઢ ફિલ્મ નિર્માતા બોની કપૂર શ્રીદેવી માટે હંમેશા પ્રેમાળ પતિ રહ્યા છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. જાણીતા પીઢ નિર્માતા બોની કપૂર તાજેતરમાં તેમના સ્વાસ્થ્ય અને દેખાવ વિશે ખૂબ જ ગંભીર છે. તાજેતરમાં તેમણે પોતાનો એક અદભૂત ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
ફિલ્મ નિર્માતા બોની કપૂર અને તેમની પુત્રીઓ જહાનવી કપૂર અને ખુશી કપૂરે 13 ઓગસ્ટે દિવંગત અભિનેત્રી શ્રીદેવીને તેની 61મી જન્મજયંતિ નિમિત્તે યાદ કર્યા હતા. થોડા દિવસો પછી, બોનીએ ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શ્રીદેવી વિશે વાત કરી છે. તેમણે તેમની સ્વર્ગસ્થ પત્ની શ્રીદેવીની પેઇન્ટિંગ સામે પોઝ આપતી પોતાની તાજેતરની તસવીર શેર કરી હતી.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં, બોની કપૂરે તેમના સ્વાસ્થ્ય વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેમણે છેલ્લા છથી આઠ મહિનામાં સ્વસ્થ ખોરાક ખાઇને અને પૂરતી ઉંઘ લઇને 14 થી 15 કિલો વજન ઘટાડ્યું છે. “હું મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખું છું. મારા કરતાં વધુ, મારા બાળકો મારા વિશે ચિંતા કરે છે, અને તેઓ ખાતરી કરે છે કે હું મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખું,” એમ તેમણે જણાવ્યું હતું.
થોડા દિવસો પહેલા, 13 ઓગસ્ટના રોજ, કપૂરે તેમની સ્વર્ગસ્થ પત્ની અને અભિનેત્રી શ્રીદેવીને તેમની 61મી જન્મજયંતિ પર યાદ કરવા માટે તેમના ઇન્સ્ટાગ્રામ પર એક પોટ્રેટ શેર કર્યું હતું. આ ફોટો 2012 ની કોમેડી-ડ્રામા ફિલ્મ, ઇંગ્લિશ વિંગ્લિશનો હોવાનું જણાય છે. તેમણે લખ્યું હતું કે, “જન્મદિવસની શુભેચ્છા, મારી જાન.”
બોની કપૂરે હવે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા છે. વજન પણ ઉતાર્યું છે. હવે તેઓ પહેલાથી વધારે યંગ અને સ્ફૂર્તિવાન દેખાઇ રહ્યા છે. બોનીએ આનો બધો શ્રેય તેની દિવંગત પત્ની શ્રીદેવીને આપ્યો છે કે તેણે જ તેમના આગળ વધવાની પ્રેરણા આપી છે. તેમણે તેમની સ્વર્ગસ્થ પત્ની શ્રીદેવીની પેઇન્ટિંગ સામે પોઝ આપતી પોતાની તાજેતરની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તેમણે વાદળી રંગનું ટીશર્ટ અને મેચિંગ શેડ્ઝ પહેર્યા છે.
બોનીની આ પોસ્ટ પર સેલેબ્સ અને ચાહકો તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. તેમના પુત્ર, અભિનેતા અર્જુન કપૂરે પોસ્ટને ‘લાઇક’ કરી છે. ભાઈ-અભિનેતા સંજય કપૂરે ટિપ્પણી કરી છે કે, “તમારા પર ગર્વ છે.” ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ કમેન્ટમાં તેમને રેડ હાર્ટ ઇમોજી મોકલ્યા છે.