મનોરંજન

Amitabh Bachchan, Salman Khan નહીં આ છે બોલીવૂડનો સૌથી અમીર સેલિબ્રિટી…

બોલીવૂડ એટલે ચકાચૌંધ, ઝાકઝમાળ, ગ્લેમર, નેમ અને ફેમ… પણ જો તમને કોઈ પૂછે કે બોલીવૂડનો સૌથી અમીર સેલિબ્રિટી કોણ? આ સવાલનો જવાબ કદાચ તમે કહેશો કે અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આમિર ખાન, સૈફ અલી ખાન બરાબર ને? પણ બોસ તમારા આ બધા જ ગેસવર્ક એકદમ ખોટા છે. ચાલો તમને જણાવીએ કોણ છે બોલીવૂડનો સૌથી રિચ સેલિબ્રિટી?

આ પણ વાંચો: હવે વિકી કૌશલ અને કેટરિનાના ઝઘડા બહાર આવ્યા, જાણો શું છે મામલો?

આજે હારુન ઈન્ડિયા દ્વારા રિચ લિસ્ટ-2024 બહાર પાડવામાં આવી છે, જેમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પાછળ મૂકીને ગૌતમ અદાણીએ બાજી મારી લીધી છે. આ યાદીમાં બીજું એક ઊડીને આંખે વળગે એવું નામ એટલે શાહરૂખ ખાન. શાહરૂખ ખાને પણ આ યાદીમાં પોતાનું સ્થાન રિઝર્વ કરી લીધું છે અને એની સાથે જ શાહરુખ ખાન બોલીવૂડનો સૌથી અમીર સ્ટાર બની ગયો છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કિંગખાને પ્રોડક્શન હાઉ અને આઈપીએલમાં ક્રિકેટ ટીમ ખરીદીને સૌથી વધુ આવક કરી છે. આ બંને કારણોસર તેની નેટવર્થ 7300 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. એ વાત તો બધા જ જાણે છે કે શાહરૂખ પોતાની ફિલ્મો માટે પણ મસમોટી ફી વસૂલે છે. એક રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો શાહરૂખ પોતાની ફિલ્મ માટે આશરે 150થી 250 કરોડ રૂપિયા સુધીની ફી વસૂલે છે. ગયા વર્ષે જ રીલિઝ થયેલી ફિલ્મ પઢાણ માટે તેણે કોઈ ફી નહોતી વલીધી પણ પ્રોફિટનો 60 પર્સેન્ટ એટલે કે 200 કરોડ રૂપિયા લીધા હતા. આ સિવાય ફિલ્મ જવાન માટે 100 કરોડ રૂપિયાની ફીની સાથે સાથે પ્રોફિટના 60 ટકા પણ વસૂલ્યા હતા.

આ પણ વાંચો: Salman Khan-Aishwarya Raiનો આ વીડિયો જોઈને Bachchan Family તો…

આ ઉપરાંત શાહરૂખ ખાન પત્ની ગૌરી ખાન સાથે મળીને 2002માં એક પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું અને રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ પ્રોડક્શન હાઉસની મદદથી પણ શાહરૂખ ખાન દર વર્ષે 500 કરોડ રૂપિયા જેટલી કમાણી કરે છે.

ફિલ્મો, પ્રોડક્શન હાઉસ અને ક્રિકેટ ટીમ સિવાય કિંગખાન એડ્સના માધ્યમથી પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે. અનેક રિપોટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કિંગ ખાન એક એડ શૂટ માટે દરરોજ સાડાત્રણથી ચાર કરોડ રૂપિયા સુધીની આવક કરે છે. આ રીતે શાહરૂખ ખાન 7300 કરોડ રૂપિયાની નેટવર્થ સુધી પહોંચી ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ફોર્બ્સ ઈન્ડિયાની યાદીમાં શાહરૂખ ખાનની નેટવર્થ 6300 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. આનો અર્થ એવો થયો કે એક જ વર્ષમાં કિંગ ખાનની સંપત્તિમાં 1000 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button