બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાઓની જાહ્નવી કપૂર સહિત બોલિવુડ સ્ટારોએ નિંદા કરી

મુંબઈ: બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલી હિંસા મુદ્દે સિનીયર અભિનેતા મનોજ જોશીએ બોલીવુડના મૌન મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે કેટલાંક આંતરરાષ્ટ્રીય મુદ્દા પર સેલિબ્રિટીઓ પ્રતિક્રિયા આપે છે. પરંતુ બાંગ્લાદેશ હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓ પર લોકો મૌન છે. જયારે તેમના આ નિવેદન બાદ બોલિવુડ સ્ટાર કાજલ અગ્રવાલ, જાહ્નવી કપૂર અને જ્યા પ્રદાએ નારાજગી વ્યક્ત કરી છે. તેમની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
બાંગ્લાદેશમાં હિંદુની હત્યા પર કોઈ બોલતું નથી
બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ થતી હિંસા પર પ્રતિક્રિયા આપતા મનોજ જોશીએ કહ્યું કે જ્યારે ગાઝા કે પેલેસ્ટાઇનમાં કોઈ ઘટના બને છે. ત્યારે ઘણા લોકો પ્રતિક્રિયા માટે તરત જ આગળ આવે છે. પરંતુ જ્યારે બાંગ્લાદેશમાં કોઈ હિંદુની હત્યા થાય છે ત્યારે ખૂબ ઓછા લોકો બોલે છે. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને કહ્યું કે સત્ય તો સમય જ રહેશે.
હિંસા અને કટ્ટરતાનો વિરોધ જરૂરી : જાહ્નવી કપૂર
જયારે તેની બાદ જાહ્નવી કપૂરે પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે. તેમજ બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાઓને અમાનવીય ગણાવી હતી. જાહ્નવીએ લખ્યું કે કોઈપણ પ્રકારની હિંસા અને કટ્ટરતાનો વિરોધ કરવો મહત્વપૂર્ણ છે. નહીં તો સમાજ તેની માનવતા ગુમાવી દેશે. જાહ્નવી કપૂરે એમ પણ કહ્યું કે વિશ્વના કોઈપણ ભાગમાં નફરત અને હિંસા માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ. જાહ્નવીની પોસ્ટની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે.

ગુનેગારો સામે કડક કાર્યવાહી કરો: જ્યા પ્રદા
જયારે ભૂતપૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદાએ પણ બાંગ્લાદેશમાં થયેલી હિંસા પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ અત્યંત પીડાદાયક છે અને કોઈપણ સભ્ય સમાજમાં તેનું કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. તેમણે ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશના મૈમનસિંહ જિલ્લામાં 27 વર્ષીય હિંદુ દીપુ ચંદ્ર દાસને જીવતા સળગાવી દીધા બાદ વૈશ્વિક સ્તરે તેનો વિરોધ થઈ રહ્યો છે.
જાગો હિન્દુઓ, મૌન તમને બચાવશે નહીં : કાજલ અગ્રવાલ
કાજલ અગ્રવાલે પણ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શેર કર્યું છે. જેમાં તેમણે ક્રૂર ઘટનાને સંબોધવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પોસ્ટરના કેપ્શન લખ્યું છે કે, જાગો હિન્દુઓ, મૌન તમને બચાવશે નહીં. તેમજ આ બધા હિન્દુઓ જોઈ રહ્યા છે.
ગાયક ટોની કક્કરે પોતાના એક ‘ચાર લોગ’ નામના ગીતમાં પણ બાંગ્લાદેશી હિંસાનો ઉલ્લેખ કર્યો છે. આ ગીતમાં ધર્મના આધારે ભેદભાવ ન કરવાની વાત કરવામાં આવી છે. ટોની કક્કરના ગીતના શબ્દો નીચે પ્રમાણે છે.
દીપુ ચંદ્ર દાસ કી કોઈ બાત કરે, જિમ્મેદાર લોગો સે સવાલાત કરે.
એસે ધર્મ કે નામ પર મારકાટ સહી હૈ ક્યા, હિંદુ મુસ્લિમ ના કોઈ જાત પાત કરે.
ઉપરવાલા ભી દેખ રહા હૈ રો રહા હૈ. ઉસકી દુનિયા મેં ક્યા હો રહા હૈ…
અશ્લિલતા કી બાતો સે કુછ હોગા નહીં,
ઉસકી જાન ચલી ગઈ કોઈ તો બાત કરે.



