બચપણની યાદોમાં સમાયેલું એ ઘર ખરીદવા માગે છે આ બોલીવૂડ સ્ટાર

માણસ ગમે તેટલો મોટો થાય, શ્રીમંત થાય કે વગદાર થાય, બાળપણ પાછો લાવી શક્તો નથી, પણ બાળપણની યાદો જેની સાથે જોડાયેલી હોય તે ચીજવસ્તુઓ ખરીદી કે સાચવી શકે છે. આવું જ કંઈક ઈચ્છે છે ખેલાડી કુમાર એટલે કે બોલીવૂડ સ્ટાર અક્ષય કુમાર. અક્ષય કુમારે તાજેતરમાં એક ઈન્ટરરવ્યુમાં જણાવ્યું હતું કે તે પોતાનું જૂનુ ઘર ખરીદવા માગે છે. જોકે આ ઘર પણ અક્ષયનું પોતાનું ન હતું પરંતુ અહીં તેઓ ભાડે રહેતા હતા.
તેણે હમણા જ કહ્યું કે હું આ ઘર ખરીદવા માગું છું. અક્ષયે તેના બાળપણના દિવસો યાદ કર્યા. પોતાના બાળપણની યાદોને યાદ કરતાં અભિનેતાએ કહ્યું કે તે તેનું જૂનું ઘર ખરીદવા માંગે છે અને તેના માટે તેણે પહેલેથી જ પ્લાન કરી લીધો છે. જ્યારે અક્ષય કુમારને પૂછ્યું હતું કે તેને તેની સ્કૂલ ડોન બોસ્કોમાં જઈને કેવું લાગે છે? આના જવાબમાં અભિનેતાએ કહ્યું કે મને આ પાછળનું કારણ નથી ખબર પરંતુ એ સ્કૂલમાં જવાનું હંમેશાં સારું જ લાગે છે. મને મારા જૂના ભાડાના મકાનની મુલાકાત લેવાનું પણ ગમે છે. નાનપણમાં અમે ભાડાના મકાનમાં રહેતા હતા. તેનું ભાડું 500 રૂપિયા હતું.
ALSO READ : ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મનું બજેટ કેટલું છે, ખબર ના હોય તો જાણી લો!
આ વાતને આગળ વધારતા અક્ષય કુમારે કહ્યું, મેં સાંભળ્યું છે કે તે બિલ્ડીંગ પડી રહી છે. પણ મારી ઈચ્છા નવી બિલ્ડીંગનો ત્રીજો માળ ખરીદવાની છે. મેં તેમને કહ્યું કે હું બાળપણમાં ત્યાં રહેતો હતો. તેમાં બે બેડરૂમ છે. મેં તેમને કહ્યું કે હું તેને ખરીદવા માંગુ છું. આ વાતચીત દરમિયાન અભિનેતાએ આ ઘર ખરીદવાનો પોતાનો પ્લાન પણ જાહેર કર્યો હતો. તેણે કહ્યું કે તે પોતાના બાળપણની યાદોને સાચવવા માંગે છે. અભિનેતાએ વાત કરતા કહ્યું કે મને હજુ યાદ છે કે અમે ત્યાં રહેતા ત્યારે પપ્પા 9 થી 6 દરમિયાન કામે જતા. જ્યારે તેઓ પાછા આવતા ત્યારે હું અને મારી બહેન બારી પાસે ઊભા રહીને તેની રાહ જોતા હતા. નીચે એક પેરુનું ઝાડ પણ હતું. તે આજે પણ ત્યાં છે. ત્યાં ખુશીનું ફૂલ પણ હતું, જેને હું તોડીને ઘરે લાવતો.
અભિનેતા ઘણા સમયથી એક સુપરહીટ ફિલ્મની રાહ જોઈ રહ્યો છે. કાલે તેની બડે મિયાં છોટે મિયાં રીલિઝ થઈ રહી છે. તે ટાઈગર શ્રોફ સાથે જોવા મળશે.