અસ્તવ્યસ્ત કપડાંમાં અભિનેત્રીઓને જોઈ છેઃ Salman Khanની એક્સ ગર્લફ્રેન્ડે કર્યો ચોંકાવનારો ખુલાસો

મલ્યાલમ ફિલ્મજગત આજકાલ ચર્ચાના ચકડોળે ચડ્યું છે. અહીંની અભિનેત્રીઓએ જાણીતા અભિનેતાઓ દ્વારા થતાં શોષણ સામે અવાજ ઉઠાવવાની હિંમત બતાવી છે અને તેમને ઘણાનો સાથ મળ્યો છે. જોકે કમનસીબે હિન્દી ફિલ્મજગતમાંથી પણ આવા સમાચારો આવતા રહે છે. કાસ્ટિંગ કાઉચના આક્ષેપો ઘણા પર લાગ્યા છે અને ઘણી અભિનેત્રીઓએ પોતાની પાસે કરવામાં આવેલી અભદ્ર માગણીઓ વિશે ખુલીને વાત કરી છે.
આ બધા વચ્ચે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ અને બોલીવૂડમાં અમુક ફિલ્મોમાં ચમકેલી સોમી અલીએ એક નિવેદન આપી ફરી સૌને ચોંકાવ્યા છે. બોલીવૂડની આ શોર્ટ ટાઈમ અભિનેત્રીએ અભિનેતાનું નામ લીધા વિના કહ્યું હતું કે મેં ઘણી મહિલાઓને એક દિગ્ગજ અભિનેતાના રૂમની બહાર અસ્તવ્યસ્ત કપડામાં નીકળતી જોઈ છે. તેણે કહ્યું હતું કે વહેલી સવારે આ અભિનેતાના રૂમની બહાર મહિલાઓ નીકળતી હતી. આ અભિનેતા સ્ક્રીન પર એક ખૂબ સારા વ્યક્તિ તરીકે ઓળખાઈ છે, પરંતુ તે મહિલાઓ સાથેના અસભ્ય વર્તન માટે પણ જાણીતો છે.
જોકે સોમી અલીએ આમ કહી બધાની સામે એક કોયડો જ મૂકી દેવાનો છે, હવે આ અભિનેતા કોણ તે તમારે જ વિચારવાનું છે, પરંતુ સ્ક્રીન પર મોટી મોટી વાતો કરતા ઘણા ફિલ્મ કલાકારો વ્યક્તિગત જીવનમાં આવી હરકતો કરતા હોય છે. જોકે જે અભિનેત્રી-કલાકારો હિંમત બતાવી આવા લોકો અને આવી ઘટનાઓ સામે અવાજ ઉઠાવે છે, તેમને સાથ આપવાની જરૂર છે. આ સાથે તેમને કરેલા આક્ષેપોને ચકાસી ગુનેગારોને સજા આપી દાખલા બેસાડવાની જરૂર છે.