New Year Partyમાં Janhvi Kapoorના આ લૂક ટ્રાય કરો અને જુઓ મેજિક…
ન્યૂ યર સેલિબ્રેશનને ગણતરીના દિવસો બાકી છે અને લોકો જોરશોરથી નવા વર્ષને આવકારવાની તૈયારીઓ કરી રહ્યા છે અને જો તમે ન્યૂ યર સેલિબ્રેશનને લઈને કન્ફ્યુઝનમાં છો તો આજે અમે અહીં તમારા માટે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ.
તમે ન્યુ યર સેલિબ્રેશન માટે બોલીવૂડના યંગ બ્રિગેડ જ્હાન્વી કપૂર પાસેથી પ્રેરણા લઈ શકો છો. જ્હાન્વી કપૂર પોતાની દમદાર એક્ટિંગથી તો દર્શકો અને ફેન્સને દિવાના બનાવે જ છે પરંતુ તમની ફેશન સેન્સ પણ કમાલની છે. જ્હાન્વી કપૂર અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતી જ હોય છે. આજે અમે અહીં તમારા માટે જ્હાન્વીના આવા જ કેટલાક લૂક લઈને આવ્યા છીએ. જેને ફોલો કરીને તમે ન્યુયર પાર્ટીમાં શાનદાર લૂક કેરી કરીને સેન્ટર ઓફ અટ્રેક્શન બની જશો.
રેડ વેલવેટ ગાઉનઃ
જ્હાન્વી કપૂરે પહેરેલો આ રેડ વેલવેટ ગાઉન ન્યૂયર પાર્ટીમાં એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. જ્હાન્વીએ આ રેડ વેલવેટના ગાઉનમાં પોતાનું કર્વી ફિગર ખૂબ જ સારી રીતે ફ્લોન્ટ કર્યું હતું. આ ગાઉન સાથે તમે સટલ મેકઅપ અને ડાયમંડની જ્વેલરી સ્ટાઈલ કરી શકો છો.
ડેનિમ અને શોર્ટ કોર્સેટ ટોપઃ
જ્હાન્વી કપૂરનો આ ડેનિમ અને શોર્ટ કોર્સેટ ટોપ પણ પાર્ટી લૂક માટે એક પરફેક્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. જ્હાન્વીનો આ લૂક તમને પાર્ટીમાં એકદમ ગ્લેમરસ લૂક અપાવશે અને કંઈક અલગ ટ્રાય કરવાનો ચાન્સ પણ મળી જશે.
Also read: તો શું સારાની જેઠાણી બનશે જ્હાન્વી કપૂર!
કેઝ્યુઅલ લૂકઃ
નવા વર્ષની પાર્ટી માટે જો તમે પરફેક્ટ અને કમફર્ટેબલ લૂક મેળવવા માટે કેઝ્યુઅલ ટ્રાય કરી શકો છો. આ લૂકમાં જ્હાન્વીએ ફોકસફરનો સ્લિવવાળો જેકેટ ટ્રાય કર્યો છે. આ જેકેટને તેમણે વ્હાઈટ ક્રોપ ટોપની સાથે પેરઅપ કર્યો છે. બોટમમાં તેણે જેકેટને મેચિંગ ડેનિમ પહેર્યું છે.
ગાઉન:
જ્હાન્વી કપૂરનો ગ્રે અને બ્લેક કલરના ગાઉનવાળા લૂક પણ ન્યૂ યર પાર્ટી માટે ટ્રાય કરી શકો છો. આ બંને ગાઉન તમને પાર્ટીમાં સેન્ટર ઓફ અટ્રેકશન બનાવવામાં મદદ કરશે. બંને ગાઉનમાં જ્હાન્વી એકદમ કમાલની લાગી રહી છે તો તમે પણ ચોક્ક્સ આ ટ્રાય કરી શકો છો.