Sikandar Movie review: રજાઓમાં થિયેટરોમાં જવા કરતા ઘરે બેસી આઈપીએલ જૂઓ

હું સલમાન ખાનનો મોટો ફેન છું અને એટલે ફિલ્મ જોવા ગયો પણ માથું દુઃખી ગયું. ફિલ્મ ક્યારે શરૂ થઈ અને ક્યા પૂરી થઈ અને શું હતી વાર્તા કંઈ ખબર નથી. સલમાનના ડાયહાર્ટ ફેન્સ ફર્સ્ટ ટે ફર્સ્ટ શૉ જોયા પછી જો આવો રિવ્યુ આપે તો સમજી શકાય કે ફિલ્મ કેવી હશે. છતાં જો તમે સલમાનના ફેન હો અને ફિલ્મ જોવા માગતા હોવ તો તમને રિવ્યુ આપી દઈએ, જેથી તમે નક્કી કરી શકો કે ઈદની રવિ-સોમની રજામાં થિયેટરમાં જવું કે પછી ઘરે બેસી આઈપીએલની મેચ જ જોવી.
શું છે ફિલ્મની વાર્તા

માફ કરજો ભાઈ વાર્તા અમને સમજાય એટલી કહીએ છીએ. સલમાન ખાન રાજકોટના રાજાશાહીનો વારસદાર છે અને તેનું નામ જ સંજય રાજકોટ છે. સંજયની પત્ની સાયશ્રી (રશ્મિકા) છે અને બન્ને વચ્ચે ખૂબ પ્રેમ છે. સલમાન પ્રજાને પ્રેમમ કરનારો અને સાથે સાથે ગુંડાઓને સીધા કરનારો હીરો છે. ફિલ્મમાં એક ઈમોશનલ ટ્વીસ્ટ આવે છે અને ત્યારબાદ સલમાન મુંબઈના એક મિનિસ્ટર સામે જંગ લડે છે. આ જંગ પણ વિચિત્ર છે. ફિલ્મમાં એક્શન્સ છે અને ઈમોશન્સ પણ છે, પરંતુ કોઈ લોજિક નથી કે કોઈ મોજિક નથી.
આ પણ વાંચો: આ શહેરમાં સિકંદર ફિલ્મની ટિકિટનો ભાવ 2200 રૂપિયા પહોંચ્યો, એડવાન્સ બુકિંગમાં આટલી કમાણી કરી…
કેવી છે એક્ટિંગ અને કેવું છે ડિરેક્શન

સલમાન ખાન પહેલા રશ્મિકાની વાત કરીએ તો રશ્મિકાએ ઘણું સારું કામ કર્યું છે. વાઈફના રોલમાં, ઈમોશનલ સિન્સમાં તે ઘણી ઈમ્પ્રેસિવ છે. જોકે તેના ભાગે સ્ક્રીનસ્પેસ બહુ ઓછી આવી છે, પરંતુ થોડા ઘણા સિન્સમાં પણ તે પોતાની છાપ છોડવામાં સફળ રહી છે. ભાઈજાન એટલે કે સલમાન ખાનની વાત કરીએ તો દરેક એક્શન સિન્સમાં સલમાન સુપરસ્ટાર હોવાનું સાબિત કરે છે. સલમાનની એન્ટ્રી, સલમાનનો સ્વેગ બધુ જ પરફેક્ટ, પણ વાસી. આવો સલમાન વારંવાર જોયો છે. વળી ઈમોશનલ સિન્સમાં સલમાન સાવ ફીક્કો પડે છે અને ફની લાગે છે. દર્શકો સાથે કનેક્ટ કરી શકતો નથી.
ડાયલૉગબાજી ને એકના એક એક્શન કરતો સલમાન નવો નથી લાગતો. એ વાત સાચી કે આવા સલમાનને જોવાવાળો, પસંદ કરવાવાળો એક મોટો વર્ગ છે, પરંતુ અભિનેતા તરીકે સલમાને પોતાનામાં નવીનતા લાવવી જોઈએ. સલમાન ઉપરાંત બાકીના કલાકારો પ્રતીક બબ્બર, સત્યરાજ, શરમન જોશી પણ પદડા પર કોઈ ખાસ પ્રભાવ છોડી શક્યા નથી કારણ કે તેમની ભૂમિકાઓ પાછળ કોઈ વાર્તા કે લોજિક છે જ નહીં, કાજલ અગ્રવાલનો કિમીયો પણ બોરિંગ છે. ફિલ્મનું મ્યુઝિક સારું છે. અમુક એક્શન સિકવન્સ મજા કરાવે તેવા છે.

નિર્દેશક તરીકે મુરુગદાસે ઘણી સારી ફિલ્મો આપી છે, પણ આ તેની કરિયરની ખરાબ ફિલ્મ સાબિત થઈ શકે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ઘણો સ્લો છે. વાર્તા આગળ વધતી નથી. સેકન્ડ હાફ થોડો ઈન્સ્ટરેસ્ટિંગ છે, પરંતુ વાર્તામાં દમ ન હોવાથી દર્શકો સાથે કનેક્શન બનતું નથી. આમિર ખાનની ચમકાવતી ગજની ફિલ્મમાં પણ ઈમોશનલ અને એક્શનનું કોમ્બિનેશન છે અને મુરુગદાસે તેને ખૂબ જ સરસ રીતે રજૂ કરી હતી, પરંતુ આ ફિલ્મમાં તે ફેલ ગયા છે.
સલમાનના ફેન્સને જો સલમાન ખાન આવો જ જોવો ગમતો હોય તો તેમની માટે પૈસા વસૂલ છે બાકી રજામાં થિયેટરમાં જવા કરતા ઘરે પરિવાર સાથે મજા માણો કે પછી કંઈ નહીં તો આઈપીએલ જૂઓ તે જ યોગ્ય છે.
મુંબઈ સમાચાર રેટિંગ્સઃ 2. 5