Happy Birthday: જીવનની અડધી સદી ફટકારી અભિનેત્રીએ, આટલા કરોડની માલિકણ

જે સમયે હીરોઈનો રૂપાળી, ચમકતી ચામડીવાળી હતી અને તેમની જ બોલબાલા હતી ત્યારે એક સાવલો રંગ, જાડી આઈબ્રોવાળી છોકરીએ ડેબ્યુ કર્યું. ફિલ્મજગત સાથે જ જોડાયેલી આ હીરોઈનન નેપોટિઝમનો કોઈ ખાસ લાભ મળ્યો નહીં, પણ તેનાં અભિનયે તેને ખૂબ સફળ હીરોઈન બનાવી દીધી. આ હીરોઈને આજે જીવનના 50માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જોકે તેનો ચાર્મ ઓછો થયો નથી અને હજુ પણ તે અભિનયની દુનિયામાં એક્ટિવ છે. આ હીરોઈન એટલે રાજની સીમરન અને રાહુલની અંજલિ કાજોલ.
કાજોલનો જન્મ 5-8-1974માં મુંબઈમાં થયો હતો. બોલીવૂડની તે સમયની બોલ્ડ કહેવાની અભિનેત્રી તનુજા અને જાણીતા ફિલ્મ નિર્માતા શોમુ મુખર્જીની પુત્રી છે. કાજોલ ભલે ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવે છે, પરંતુ તેણે પોતાના અભિનયના જોરે ઈન્ડસ્ટ્રીમાં એક ઓળખ બનાવી છે. તે 32 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે અને આજે કરોડોમાં આરોટે છે.
કાજોલે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત બેખુદીથી કરી હતી. તે વર્ષ 1992માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં કાજોલની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. પણ કાજોલે સિક્કો જમાવ્યો એસઆરકે સાથેની ફિલ્મ બાઝીગરથી. આ પહેલા તે કરણ અર્જુનમાં પણ દેખાઈ હતી. બાઝીગરમાં ફિલ્મ તો સફળ થઈ પણ આ ફિલ્મ બોલીવૂડની સૌથી રોમાન્ટિક જોડી આપી. શાહરૂખ ખાન અને કાજોલ. બંને સ્ટાર્સની કેમેસ્ટ્રીએ સૌના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ આ જોડીને ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે આપી, જેણે ઈતિહાસ બનાવ્યો છે. આ બન્નેને લઈ કરણ જોહરે કુછ કુછ હોતા હૈ બનાવી ને જોડીએ ફરી કરોડો કમાવી આપ્યા. આ સિવાય કાજોલ દુશ્મન, કભી ખુશી કભી ગમ, તાન્હાજી, ત્રિભંગા, દેવી જેવી ઘણી ફિલ્મોમાં ચમકી છે. તેણે ઓટીટી પ્લેટફોર્મ પર પણ કામ કર્યું છે.
હજુ ફિલ્મો અને ઈવેન્ટમાં જોવા મળતી કાજોલ તેના સાઈડ બિઝનેસમાંથી ઘણી કમાણી કરે છે. તે ખૂબ જ વૈભવી જીવન જીવે છે. ફિલ્મો સિવાય જો અભિનેત્રીની કમાણીનાં માધ્યમની વાત કરીએ તો તે મોડલિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી સારી એવી કમાણી કરે છે. આ સાથે તેનો બિઝનેસ પણ છે. આટલું જ નહીં કાજોલ સમાજ સેવાના કામમાં પણ સક્રિય છે. કાજોલ રિલીફ પ્રોજેક્ટ્સ ઈન્ડિયા નામનું ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે. આમાં તે નવજાત અને અનાથ છોકરીઓ માટે કામ કરે છે. તેની પાસે મેકઅપ બ્રાન્ડ પણ છે. તેનું નામ કે (K) છે અને કહેવાય છે કે તે આમાંથી 1-2 કરોડ રૂપિયા કમાય છે.
આ સિવાય જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કાજોલ એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 3 કરોડ રૂપિયા અને સ્ટેજ શો માટે 2-3 કરોડ રૂપિયા લે છે. તેની વાર્ષિક આવક લગભગ 25 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હવે જો તેની નેટવર્થની વાત કરીએ તો તે લગભગ 250 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
જોકે પતિ અજયથી કાજોલની નેટવર્થ ઓછી છે.