મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Happy Friendship Day: આ છે બોલીવૂડના બેસ્ટ ફ્રેન્ડ્સ, જેના વિશે આપણે ઓછું જાણીએ છીએ

આજે મિત્રતાને ઉજવવાનો દિવસ છે. દરેક પાસે જો એક સારો મિત્ર હોય તો તેના માટે જીવનની બધી મુશ્કેલીઓ સામે બાથ ભીડવાનું સરળ થઈ જાય છે. બોલીવૂડની ઘણી મિત્રતાઓ જગજાહેર છે. ઘણા એવા કલાકારો પણ છે જે એક સમયે મિત્ર હોય પણ પછી એકબીજાથી દૂર થઈ ગયા હોય, પણ આજે અમે તમને બોલીવૂડની એવી ફ્રેન્ડશિપ વિશે જણાવવાના છીએ, જે જગજાહેર નથી, પણ વર્ષોથી અકબંધ છે.

અભિષેક અને સિકંદર
બોલીવૂડના બે દિગ્ગજ કલાકાર અમિતાભ બચ્ચન અને અનુપમ ખેર પણ એકબીજા સાથે સારા સંબંધો ધરાવે છે ત્યારે તેમના સંતાનો અભિષેક બચ્ચન અને સિકંદર ખેર ખૂજ સારા મિત્રો છે. બન્નેની મિત્રતા બોલીવૂડથી દૂર છે કારણ કે તેઓ એક સાથે એક સરખા વાતાવરણમાં મોટા થયા છે. આ મિત્રતા ફિલ્મોને લીધે નથી થઈ. હાલમાં અભિ પત્ની એશ સાથેના સંબંધોને લઈને મુઝવણમાં છે ત્યારે આવો એક મિત્ર સાચી સલાહ અને દિલાસો બન્ને આપવા પૂરતો હોય છે.

રણવીર સિંહ-અર્જૂન કપૂર
બન્ને બોલીવૂડના સ્ટાર્સ છે અને એક્શન હીરો તરીકે પણ જાણીતા છે. રણવીર અને અર્જુનની મિત્રતા ગુંડે ફિલ્મના સેટ પરથી જ શરૂ થી હતી. બન્ને એકબીજા પર જોક કરવાથી માંડી એકબીજાની અંતરંગ વાતો શેર કરતા હોય છે. બોલીવૂડમાં તેમની મિત્રતા એકબીજાને સન્માન કરનારા મિત્રો તરીકે પણ જાણીતી છે.

સોનાલી બેન્દ્રે-સુઝેન ખાન
ન માનવામાં આવે તેવું આ કૉમ્બિનેશન છે. બન્ને આમ તો બોલીવૂડ સાથે કનેક્ટેડ છે, પરંતુ સુઝેન ઈન્ટિરિયર ડિઝાઈનર છે જ્યારે સોનાલી અભિનેત્રી. સોનાલી જ્યારે કેન્સર સામે જંગ લડી રહી હતી ત્યારે સુઝેન એક મજબૂત સાથીની જેમ તેને સાથ આપી રહી હતી. બન્ને વર્ષોથી એકબીજા સાથેની મિત્રતા નિભાવે છે.

સુહાના-અનન્યા
અનન્યા આમ તો જહ્વાવી કપૂર અને સારા અલી ખાન સાથે જોવા મળતી હોય છે, પરંતુ ઈન્ડસ્ટ્રીમાં તેની ખાસ ફ્રેન્ડ છે સુહાના ખાન. બન્ને બોલીવૂડના અભિનેતા ચંકી પાંડે અને શાહરૂખની આ લાડકીઓ એક સાથે પાર્ટી કરે છે, ફેશનથી માંડી કરિયર ટીપ્સ શેર કરે છે. સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે.

આલિયા-આકાંક્ષા
બોલીવૂડની સુપર એકસ્ટ્રેસ અને કપૂર ખાનદાનની વહુ આલિયા ભટ્ટ ખૂબ ફ્રેન્ડલી છે અને ઈન્ડસ્ટ્રી અને ઈન્ડસ્ટ્રી બહાર તેના ઘણા મિત્રો છે, પણ આકાંક્ષા કપૂર સાથે તેની મિત્રતા ખાસ છે. આકાંક્ષા પણ અભિનેત્રી છે અને ઓટીટી પર તેની ફિલ્મો રિલિઝ થઈ છે. બન્ને વર્ષોથી એકબીજાને ઓળખે છે અને બન્ને વચ્ચે એક પરિવક્વ કહેવાય તેવી મૈત્રી છે.

સોનાક્ષી-હુમા કુરેશી
તાજેતરમાં જ સોનાક્ષી સિન્હાએ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા ત્યારે ખૂબ જ ઓછા મહિેમાનો વચ્ચે અભિનેત્રી હુમા કુરેશીની હાજરી જ સાબિત કરે છે કે બન્ને વચ્ચે સારું બોન્ડિગ છે. જોકે શરૂઆત તો એકબીજાને ટ્રોલ કરવાથી થઈ હતી, પરંતુ ધીમે ધીમે તેમની વચ્ચે મિત્રતા થઈ. બન્નેએ ડબલ એક્સેલ ફિલ્મમાં સાથે કામ કર્યું અને હવે સોનાક્ષીની બેસ્ટ ફ્રેન્ડની યાદીમાં હુમાનું નામ પહેલું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button