કૉપ યુનિવર્સિટીની સિંઘમ અગેઈન કરતા રૂહ બાબાની ભૂલભુલૈયા આગળ…
દિવાળીના દિવસે પહેલી તારીખે શુક્રવાર છે અને આ દિવસે રસ્તા પર ફટાકડા ફૂટશે તેમ થિયેટરોમાં પણ બે મોટા લક્ષ્મી બોમ્બ ફૂટવાના છે. એક તરફ રોહિત શેટ્ટીની કૉપ યુનિવર્સિટીની સિંઘમ અગેઈન આવી રહી છે અને બીજી બાજુ અનીસ બાઝમીની ભુલભુલૈયાની પણ ત્રીજી સિરિઝ આવી રહી છે. આ બન્ને એક દિવસે થિયેટરમાં ટકરાઈ રહી છે. બન્ને સિરિઝના ફેન્સ છે અને તેઓ દિવાળીના વેકેશનમાં ફિલ્મની મજા મણવાના જ છે, પરંતુ હાલનો ટ્રેન્ડ જોતા ભુલભુલૈયા આગળ નીકળી ગઈ છે.
આ પણ વાંચો : સિંઘમ અગેઇનમાં થશે ‘હુડ હુડ દબંગ દબંગ’, સલમાન ખાન કરશે કેમિયો?
એક અહેવાલ મુજબ, એડવાન્સ ટિકિટ બુકિંગ શરૂ થયા બાદ, ભૂલ ભૂલૈયા 3ના 1790 શો માટે 28,454 ટિકિટ વેચાઈ છે, જેના કારણે ફિલ્મે રિલીઝ પહેલા જ 72 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. જ્યારે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેન વિશે વાત કરીએ તો તેના 403 શો માટે 2,293 ટિકિટો વેચાઈ છે અને ફિલ્મે ટિકિટના વેચાણમાંથી 7.7 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
જોકે આ સરખામણી ચોક્કસ ન કહી શકાય કારણ કે સિંઘમ અગેઇન’ એડવાન્સ બુકિંગ માત્ર પસંદગીના PVR માટે જ ખુલ્લું છે- જેમાં INOX તેમજ કેટલીક સ્ક્રીનનો સમાવેશ થાય છે. કાર્તિક આર્યનની હોરર કોમેડીનું એડવાન્સ બુકિંગ સ્વતંત્ર સિંગલ સ્ક્રીન માટે ખોલવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર બંને ફિલ્મોને અલગ-અલગ ભાગમાં વહેંચવામાં આવશે. સિંઘમ અગેઇનને કુલ 56% સ્ક્રીન્સ મળશે અને ‘ભૂલ ભુલૈયા 3’ને 46% મળશે.
આ પણ વાંચો : Bhool Bhulaiyaa 3ની રિલિઝ પહેલા આ મંજૂલિકા ક્યાંથી આવી? જેને જોઈને તમે…
એકવાર ફિલ્મ રીલિઝ થાય પછી ફેન્સ કોને કેટલી વધાવે છે તેની ખબર પડશે. દિવાળી અને વેકેશનનો ફાયદો બન્ને ફિલ્મોને થશે એટલે બન્ને ફિલ્મના નિર્માતાઓ ફટાકડા તો ફોડી જ શકશે તે નક્કી છે. અગાઉ શ્રદ્ધા કપૂરની સ્ત્રી-2એ થિયેટરો છલકાવી દીધા હતા. બોલીવૂડને એવી બે ત્રણ સુપરહીટની જરૂર છે. જો આ બન્ને ફિલ્મો સારો બિઝનેસ કરશે તો આખા બોલીવૂડની દિવાળી થશે.