બૉલીવુડના જાણીતા ફિલ્મ મેકરને જામનગર કોર્ટે ફટકારી બે વર્ષની સજા, જાણો કોના ‘ચેક બાઉન્સ’ થયા?
જામનગર: બૉલીવુડમાં ‘ઘાયલ’ અને ‘ઘાતક’ જેવી સુપરહિટ ફિલ્મોના નિર્માતા રાજકુમાર સંતોષીને ચેક બાઉન્સ કેસમાં શનિવારે જામનગર કોર્ટે સજા ફટકારી છે. (rajkumar santoshi check bounce case) રાજકુમાર સંતોષીએ જામનગરના વેપારી અશોક લાલ પાસેથી 1 કરોડ રૂપિયા હાથ ઉછીના લીધા બાદ પૈસા ચૂકવ્યા ન હતા. આવી સ્થિતિમાં અશોકલાલે નિર્માતા સામે જામનગર કોર્ટમાં કેસ કર્યો હતો. ચેક બાઉન્સ કેસમાં જામનગર કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે રાજકુમાર સંતોષીને બે વર્ષની જેલની સજા ફટકારી છે અને તેને ચેકની બમણી રકમ એટલે કે રૂ. 2 કરોડ જમા કરવાનો આદેશ આપ્યો છે.
ફિલ્મમેકર રાજકુમાર સંતોષીએ આપેલા તમામ ચેક રિટર્ન થયા હતા. જેને લઈને ફરિયાદીએ વકીલ દ્વારા કેસ દાખલ કર્યો હતો. જામનગરની કોર્ટમાં વર્ષ 2017 ની સાલમાં આરોપી વિરૂધ્ધ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટની કલમ 138 મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
રાજકુમાર સંતોષીએ જામનગરના વેપારી અશોક લાલ પાસેથી 1 કરોડ રૂપિયા ઉછીના લીધા બાદ પૈસા ચૂકવ્યા ન હતા. આવી સ્થિતિમાં અશોકલાલે નિર્માતા સામે જામનગર કોર્ટમાં કેસ કર્યો હતો. આ મામલે જામનગર કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે.