મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

કાશ, હેમા માલિની મારી માતા હોત, જાણો કોણે આમ કહ્યું…..

બધા જાણે છે કે ટ્વીંકલ ખન્ના એક સારી લેખિકા છે. ટ્વિંકલ ખન્નાની સેન્સ ઑફ હ્યુમર અદ્ભુત છે. તે તેની આસપાસ ચાલી રહેલી વસ્તુઓ પર એક રમુજી શૈલીમાં વાત કરે છે. તે તેની આસપાસની વસ્તુઓ પર રસપ્રદ રીતે કટાક્ષ કરી લેતી હોય છે. તે અવાજના પ્રદૂષણથી લઈને પાણી ભરાવા અને ‘કિંમતી’ ખાડાઓ સુધીની દરેક બાબત પર કટાક્ષ કરે છે. તેના તાજેતરના એક લેખમાં, તેણે ગંદા રસ્તાઓથી લઈને વોટર પ્યુરિફાયર સુધીની ઘણી બાબતો વિશે વાત કરી છે.

તાજેતરના એક લેખમાં તેણે કહ્યું હતું કે તેને ઘણીવાર એમ થાય છે કે, કાશ, હેમા માલિની તેની માતા હોત. હવે આપણને એવો સવાલ તો સહેજે થાય કે ભાઇ, ટ્વિંકલ ખન્નાને તેની માતા ડિમ્પલ સાથે એવું તે શું વાંકુ પડ્યું કે તે આમ કહી રહી છે. તો ચાલો અમે તમને એ જણાવીએ.

ટ્વીંકલ ખન્નાએ પોતાના એક લેખમાં હેમા માલિનીનો ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે વોટર પ્યુરીફાયરમાંથી પાણી પડવા લાગ્યું ત્યારે તેને હેમા માલિની યાદ આવી ગઈ. તે લખે છે કે, ‘દેશને શુદ્ધ પાણી આપવામાં હેમા માલિનીથી વધુ રસ કોઈને નથી. ઘણા વર્ષો સુધી વોટર પ્યુરીફાયરનું સમર્થન કર્યા પછી, તે નદીઓને સ્વચ્છ રાખવાનો સંદેશ ફેલાવવા માટે ગંગાના કિનારે તેમના ડાન્સ, બેલે કરી રહી છે, પરંતુ લોકો તેમની વાત સાંભળતા જ નથી. હકીકત એ છે કે તમે ઘોડાને પાણી તરફ લઈ જઈ શકો, પણ તમે તેને પીવડાવી ન શકો. પાણી તો ઘોડાએ જાતે જ પીવું પડે. (લોકોએ જાતે જ ગમે ત્યાં નહીં થૂંકીને ગંદકી નહીં કરવાનો અને સફાઇ રાખવાનો પ્રયત્ન કરવો પડે).

ટ્વિંકલે લખ્યું હતું કે તાજેતરમાં તે તેની માતા ડિમ્પલ કાપડિયા સાથે વાતચીતમાં તે લોકો પર પોતાનો ગુસ્સો ઠાલવી રહી હતી જેઓ રસ્તા પર કચરો ફેંકે છે અને રસ્તાના ખૂણા પર ગમે ત્યાં પાનની પિચકારી મારીને ડિઝાઇન બનાવે છે અને ગંદકી ફેલાવે છે. જ્યારે ટ્વિંકલ ડિમ્પલને ફરિયાદ કરી રહી હતી કે આપણા દેશમાં સ્વચ્છ રસ્તા, પાણી, હવા અને સામાન્ય જાગૃતિ પણ નથી, ત્યારે ડિમ્પલે તેની દીકરીને કહ્યું કે તે આ બાબતે આ સમયે તેની સાથે જેટલી કચકચ અને માથાઝિંક કરી રહી છે, એટલો અવાજ તો આ વખતે ગણપતિ વિસર્જન વખતે પણ નહોતો. ‘ગણપતિની સરઘસ દરમિયાન તે અત્યારે જે કરી રહી છે તેના કરતાં ઓછું ધ્વનિ પ્રદૂષણ હતું.’ આટલું કહીને ડિમ્પલે તેનો ફોન કટ કરી દીધો. તેના વિશે મજાક ઉડાવતા પોતાની રમુજી શૈલીમાં ટ્વિંકલે લખ્યું હતું કે, કાશ હેમા મારી માતા હોત, આ પહેલીવાર નથી કે જ્યારે મેં ઈચ્છા કરી હોય કે હેમા માલિની મારી માતા હોત. એવું હોત તો હું તેમની સાથે સ્વચ્છ પાણી વિશે વાત કરી શકી હોત. એટલું જ નહીં, અમને લાઇફ ટાઇમ માટે વોટર પ્યુરિફાયર પણ ફ્રીમાં મળતે.

ટ્વિંકલ સ્વર્ગસ્થ અભિનેતા રાજેશ ખન્ના અને ડિમ્પલની પુત્રી છે. તેની એક નાની બહેન છે, રિંકી ખન્ના, જેણે વર્ષો પહેલા અભિનય છોડી દીધો હતો. જ્યારે હેમા માલિની પીઢ અભિનેતા ધર્મેન્દ્ર સાથે પરણેલા છે. હેમાને બે પુત્રીઓ છે – એશા દેઓલ અને આહના દેઓલ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત