દીપિકાના પ્રેમમાં પાગલ બન્યો રણવીર સિંહ, શેર કરી ખાસ પોસ્ટ

આજે બોલિવૂડના ક્યુટ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની એનિવર્સરી છે. 4 નવેમ્બર, 2018 ના રોજ રણવીર-દીપિકાએ લગ્ન કરીને નવા જીવનની શરૂઆત કરી હતી. આજે તેમના ભવ્ય લગ્નને છ વર્ષ પૂરા થયા છે. ચાહકો સોશિયલ મીડિયા પર #deepver વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી રહ્યા છે. રણવીર અને દીપિકાના આ દિવસે એટલે કે 14 નવેમ્બરના રોજ ઈટાલીમાં ભવ્ય લગ્ન થયા હતા. આ ખાસ દિવસને યાદગાર બનાવવા માટે રણવીરે પોતાના પાર્ટનરને શાનદાર રીતે અભિનંદન પાઠવ્યા છે, જે જોઇને એમ જ લાગે કે જાણે આ કપલે હાલમાં જ લગ્ન કર્યા છે. રણવીર સિંહ દીપિકાના પ્રેમમાં પાગલ છે. એનિવર્સરીના અવસર પર અભિનેતાએ દીપિકાના કેટલાક અનસીન ફોટા શેર કરીને એક સુંદર પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં દીપિકાની ઘણી તસવીરો અને વીડિયો છે, જેતમને જરૂરથી ગમશે.
લગ્નના 6 વર્ષ પૂરા થવા પર રણવીર સિંહે દીપિકાના ખોબલો ભરીને વખાણ કર્યા છે. તેણે અભિનેત્રીની કેટલીક ન જોયેલી તસવીરો પોસ્ટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી છે. રણવીરે ફોટા શેર કરીને લખ્યું છે કે તે તેની જણાવ્યું કે તે તેની દીપિકાને કેટલો બધો પ્રેમ કરે છે. રણવીરે પોસ્ટમાં લખ્યું છે કે, “દરેક દિવસ પત્નીના વખાણ કરવાનો જ દિવસ હોય છે, પરંતુ આજનો દિવસ સૌથી ખાસ છે. #HappyAnniversary @DeepikaPadukone. I love you”
રણવીરની આ પોસ્ટ ચાહકોને પણ ઘણી પસંદ આવી છે અને તેઓ પણ રણવીર-દીપિકાને લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા આપી રહ્યા છે.
આ પણ વાંચો……અર્જુન કપૂરનું દિલ આ હિરો માટે ધકધક થાય છે, શું મલાઇકા સાથેના બ્રેકઅપનું આ કારણ છે?
લગ્નના છ વર્ષ બાદ આ કપલ ક્યુટ દીકરીનું પેરેન્ટ્સ બન્યું છે. દીપિકાએ 8 સપ્ટેમ્બરે તેમના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. રણવીર-દીપિકાને પહેલું નામ મળ્યું છે. કપલે તેમની દીકરીનું નામ દુઆ રાખ્યું છે.