અમિતાભ બચ્ચનના 82માં જન્મદિવસ પર, તેમની પુત્રવધૂ અને હિન્દી ફિલ્મ ઉદ્યોગની ચર્ચિત અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને સોશિયલ મીડિયા પર એક થ્રોબેક ફોટો શેર કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
બોલિવૂડ અભિનેત્રી અને મોડલ ઐશ્વર્યા રાય આ દિવસોમાં તેના વ્યવસાયિક જીવન કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં છે. બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની ચર્ચા ગોસિપ ટાઉનમાં અટકતી નથી, પરંતુ દરેક વખતે કપલ દ્વારા આ સમાચારોને ખોટા જાહેર કરવામાં આવે છે. ગઈકાલે એટલે કે 11મી ઓક્ટોબરે અમિતાભ બચ્ચનનો જન્મદિવસ હતો. આ ખાસ અવસર પર બચ્ચનની પુત્રવધુએ પણ તેના સસરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને કપલના સંબંધો વિશે અફવા ફેલાવનારાઓને પણ ચૂપ કરી દીધા હતા.
Read This….નેટિઝન્સને કેમ Jaya Bachchanને પૂછ્યું કે આ રીતે ક્યારેય ઐશ્વર્યા સાથે વાત કરી છે ખરી?
11 ઓક્ટોબરના રોજ ઐશ્વર્યા રાય બચ્ચને તેની પુત્રી આરાધ્યાની અમિતાભ સાથેની જૂની તસવીર પોસ્ટ કરી હતી. તસવીરમાં અમિતાભ બચ્ચન આરાધ્યા સાથે સફેદ હૂડીમાં હસતા જોવા મળે છે. ફ્લોરલ ડ્રેસમાં આરાધ્યા ખૂબ જ સુંદર લાગી રહી છે. તે હાથમાં ફૂલ પકડીને દાદાને વળગેલી છે. ઐશ્વર્યાએ પોસ્ટમાં સસરા પ્રત્યેનો પ્રેમ અને આદર પણ ઉમેર્યો અને કેપ્શન લખ્યું હતું કે, ‘Happy Birthday Pa-Dadaji, God Bless always.’
પરંતુ આ દરમિયાન ઐશ્વર્યા રાયે અફવા ફેલાવનારાઓને એક જ ઝાટકે રોકી દીધા છે. તેની આ પોસ્ટ બાદ હવે તો એશ-અભિની ડિવોર્સની અફવા પર લગામ લાગી જશે.
બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે અણબનાવ અને કેટલાક મહિનાઓથી તેમના છૂટાછેડાના અહેવાલો આવી રહ્યા છે. જો કે, કપલે કહ્યું છે કે તેઓ હજુ પરિણીત છે, તેમ છતાં તેમના છૂટાછેડાના સમાચાર અટકી રહ્યા નથી. આ કપલ ન તો લાંબા સમયથી સાથે જોવા મળે છે અને ન તો અભિષેક ઐશ્વર્યા સાથે કોઈ ઈવેન્ટમાં હાજરી આપે છે. જેના કારણે લોકોને લાગે છે કે હવે કદાચ બંને અલગ થવાનું વિચારી રહ્યા છે.