પાકિસ્તાનમાં રહે છે શ્રીદેવીની ત્રીજી દીકરી, હવે આ સુપરસ્ટાર સાથે કામ કરશે…
પીઢ બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવી આજે દુનિયામાં નથી, પણ તેમની પુત્રી જાન્હવી કપૂરે પોતાની જાતને બોલિવૂડમાં લોકપ્રિય અભિનેત્રી તરીકે સ્થાપિત કરી છે અને ખુશી કપૂરે હાલમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો છે. જો કે, શું તમે જાણો છો કે શ્રીદેવીની ‘ત્રીજી પુત્રી’ પણ છે અને એ પાકિસ્તાનમાં રહે છે! કદાચ નહીં જાણતા હો. તો ચાલો આજે તમને શ્રીદેવીની ત્રીજી દીકરી વિશે જણાવીએ.
આ પણ વાંચો : Sridevi એમ જ નથી બની સુપરસ્ટાર, તેની મહેનત અને પ્રોફેશનાલીઝમના આ કિસ્સા જાણો છો?
શ્રીદેવીની આ ‘ત્રીજી પુત્રી’ ટૂંક સમયમાં ભારત આવવાની છે. આ દીકરી છે પાકિસ્તાની અભિનેત્રી સજલ અલી. સજલ અલી પાકિસ્તાનની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. તે પ્રભાસ સાથે તેની આગામી ફિલ્મમાં પણ કામ કરે તેવી શક્યતા છે.
સજલ અલી એક પાકિસ્તાની અભિનેત્રી અને મોડેલ છે જે મુખ્યત્વે ટેલિવિઝન અને ફિલ્મોમાં કામ કરે છે. સજલ અલીએ જીઓ ટીવીના સિટકોમ નાદાનિયાં સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી અને મહેમુદાબાદ કી માલ્કિન જેવા શોમાં સહાયક ભૂમિકાઓ ભજવી છે. તેણે યકીન કા સફર, ઓ રંગરેઝા, ખુદા દેખ રહા હૈ, કુછ અનકહી, ચૂપ રહો જેવા સુપરહિટ ટીવી શો આપ્યા છે.
સજલ અલીએ તેની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ મોમમાં શ્રીદેવીની પુત્રીની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને અભિનેત્રીઓ વચ્ચે એક મજબૂત બોન્ડ બંધાઇ ગયો હતો અને શ્રીદેવીએ એક મુલાકાતમાં ખુલાસો પણ કર્યો હતો કે તે સજલને ખૂબ પસંદ કરતી હતી. શ્રીદેવીએ કહ્યું હતું કે, “સજલ મારી ત્રીજા દીકરી જેવી છે. હવે, મને લાગે છે કે મારી એક વધુ પુત્રી છે.”
આ પણ વાંચો : 42 લાખ રૂપિયાની ઈયર રિંગ્સ અને 8 કરોડ રૂપિયાનો નેકલેસ, Ambani Familyને ટક્કર મારે છે આ એક્ટ્રેસ…
કમાણીની વાત કરીએ તો સજલ અલી કથિત રીતે 60,000 થી 70,000 રૂપિયા પ્રતિ એપિસોડ ચાર્જ કરે છે અને તેને પાકિસ્તાની ઉદ્યોગમાં સૌથી વધુ કમાણી કરનાર સ્ટાર ગણવામાં આવે છે.
એક અહેવાલ અનુસાર, સજલ અલી તેની આગામી ફિલ્મ ફૌજીમાં પ્રભાસ સાથે કામ કરવા માટે તૈયાર છે. જો કે, અભિનેત્રી કે અભિનેતાએ હજુ સુધી આ અહેવાલોને સમર્થન આપ્યું નથી.