દીપિકા પાદુકોણને હૉસ્પિટલમાંથી મળી રજા, નાનકડી પરીને જોવા ફેન્સ થયા બેતાબ
મુંબઇઃ અભિનેત્રી દીપિકા પાદુકોણના ચાહકો માટે સારા સમાચાર છે. છએક દિવસ પહેલા દીપિકા એ તેની દીકરીનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. હવે આજે એ દિવસ હતો જ્યારે દાદા-દાદી અને પિતા રણવીર સિંહ દીકરીનું ઘરમાં સ્વાગત કરવા બેતાબ છે. રણવીર અને દીપિકા માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે આજે દીપિકાને 6 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અભિનેત્રી તેની પુત્રી સાથે ઘરે જવા રવાના થઈ ગઈ છે. ભારે વરસાદ વચ્ચે તે દીકરીને ઘરે લઈ જઈ રહી છે. જયારે દીપિકા હૉસ્પિટલથી ઘરે જવા માટે કારમાં નીકળી ત્યારે તેની સાથે કારમાં પિતા પ્રકાશ પાદુકોણ પણ જોવા મળ્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે અનુષ્કા શર્મા અને આલિયા ભટ્ટની જેમ ‘નો ફોટો’ પોલિસી અપનાવી છે. તેથી અત્યાર સુધી હોસ્પિટલની અંદરથી અભિનેત્રીનોકે તેની બેબીનો કોઈ ફોટો સામે આવ્યો નથી અને પિતા બન્યા બાદ રણવીર સિંહ પણ ક્યાંય જોવા મળ્યો નથી. અંબાણી પરિવારથી લઈને શાહરૂખ ખાન સુધી અનેક સેલિબ્રિટીઓએ હૉસ્પિટલમાં જઇ દીપિકા અને તેની વ્હાલી દીકરીની મુલાકાત લીધી હતી.
દીકરીના જન્મ બાદ અભિનેત્રીના જીવનમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે, જેના ખુલાસો ખુદ અભિનેત્રીએ કર્યો છે અને જણાવ્યું છે કે, ‘burp, feed, repeat’આજકાલ તેની દુનિયા દીકરીની આસપાસ જ ફરી રહી છે. જોકે, દીપિકા આ પરિવર્તનથી ઘમી જ ખુશ છે અને તે તેની દીકરીની સારી રીતે સંભઆળ લઇ રહી છે. બેબીને ફીડ કરાવવાથી લઇને તેને સુવડાવવી, બર્પ અપાવવો, નેપીઝ ચેન્જ કરવી એવા બધા કામ તે ખુશી ખુશઈ કરી રહી છે.
દીપિકા અને રણવીરના લગ્ન વર્ષ 2018માં થયા હતા. લગ્નના 6 વર્ષ બાદ આ કપલ એક સુંદર દીકરીના માતા-પિતા બન્યા છે. ડિલિવરી પહેલા દીપિકાએ પ્રેગ્નન્સી ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જેમાં કપલની મજબૂત કેમિસ્ટ્રી જોવા મળી હતી.