આવી ગઈ છે દીપિકાની ડિલિવરી ડેટ, અભિનેત્રી આ તારીખે મમ્મી બને તેવી સંભાવના
બોલિવૂડનું પ્રેમી યુગલ માતા-પિતા બનવા જઈ રહ્યું છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરમાં ટૂંક સમયમાં ખુશીનો માહોલ જોવા મળશે. દીપિકા આ મહિને એટલે કે સપ્ટેમ્બરમાં તેના અને રણવીરના પહેલા બાળકને જન્મ આપશે. દીપિકા-રણવીરના બાળકની ડિલિવરી ડેટ જાહેર થઈ ગઈ છે. એમ જણાવવામાં આવી રહ્યું છે કે દીપિકાની ડિલિવરી ડેટ 28 સપ્ટેમ્બર છે. આ સાથે જ વધુ એક વાત પણ જાણવા મળી છે, જેણે સમગ્ર સોશિયલ મીડિયામાં ખળભળાટ મચાવી દીધો છે. દીપિકાના બાળકના જન્મનો સીધો સંબંધ તેના પૂર્વ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે છે. આ સાંભળીને દરેકને આશ્ચર્ય થાય છે. તમને પણ વિચાર આવતો હએશ કે દીપિકાના બાળકનું તેના એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે શું કનેક્શન હોઇ શકે! તો ધીરજ રાખો અમે તમને એ જ જણાવી રહ્યા છીએ.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ફેબ્રુઆરીમાં પ્રેગનેન્સીની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં તેમનું બાળક આવશે. હવે સપ્ટેમ્બર મહિનો આવી ગયો છે અને કપલના ચાહકોની ઇંતેઝારી વધી ગઇ છે કે ક્યારે રણબીર-દીપિકાના બાળકનો જન્મ થશે. હવે એવા રિપોર્ટ આવ્યા છે કે તેમના પહેલા બાળકનો જન્મ 28 સપ્ટેમ્બરે થશે. વેલ હવે આપણે અજબ યોગાનુયોગ જાણીએ.
અભિનેતા રણબીર કપૂર દીપિકા પાદૂકોણનો એક્સ બોય ફ્રેન્ડ છે, જેણે અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે મેરેજ કરીને ઘર સંસાર પણ વસાવી લીધો છે અને તેમની એક ક્યુટ દીકરી રાહા પણ છે. રણબીર કપૂરનો જન્મદિવસ 28 સપ્ટેમ્બરે છે અને અને દીપિકા પાદુકોણની ડિલીવરી ડેટ પણ 28 સપ્ટેમ્બર છે. આ સમાચારે બધાને ચોંકાવી દીધા છે. સમગ્ર સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક નેટિઝને લખ્યું છે કે, ‘વાહ, શું સંયોગ છે! દીપિકા તેના એક્સ બોય ફ્રેન્ડના જન્મ દિને તેના પહેલા બાળકને જન્મ આપશે!’ બીજા એક યુઝરે લખ્યું હતું કે, ‘ ભગવાન પણ કેવી અજાયબી કરે છે. દીપિકા અને રણબીર કપૂરને કંઇક આવી રીતે સાથે મેળવે છે.’ અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ‘ આ બાબત દર્શાવે છે કે દીપિકા રણબીર કપૂર સાથે કેટલા બધા પ્રેમમાં હતી, તેથી જ તેના જન્મ દિવસ પર બાળકને જન્મ આપી રહી છે.’
વેલ, તમારું શું માનવું છે આ બાબતે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો.